ડેસ્ટીનેશન વેડિંગ કરવાની છે ઈચ્છા ? તો આ 10 જગ્યા છે દેશમાં ટોપક્લાસ

PC: visionvivaah.com

શાહી અંદાજમાં લગ્ન કરવાની કોની ઈચ્છા નથી હોતી. કદાચ એટલા માટે જ આજે ભારતમાં ડેસ્ટીનેશન વેડિંગનું ચલણ વધેલું જોવા મળે છે. લગ્નને યાદગાર બનાવવા માટે લોકો ડેસ્ટીનેશન માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. પરંતુ ઘણી વખત ખોટા ડેસ્ટીનેશનને પસંદ કરવાથી આખી પ્લાનિંગ ખરાબ થઈ જતી હોય છે. તો ચાલો આજે એવા જ કેટલાક ટોપ ડેસ્ટીનેશન અંગે જાણી લઈએ અને જો તમારે ડેસ્ટીનેશન વેડિંગ કરવાની ઈચ્છા હોય તો તે બેસ્ટ પ્લેસ છે.

ગુજરાત

સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતને કારણે ગુજરાતને રાજકુમારોની ભૂમિ પણ કહેવામાં આવે છે. જો તમે શાહી લગ્ન કરવા ઈચ્છો છો તો તમને ગુજરાત કરતા સારી જગ્યા મળી શકે તેમ નથી. અહીં એવા ઘણા રયોલ પેલેસ અને ભવ્ય લગ્ન માટેની જગ્યાઓ છે જ્યાં રોયલ રીતે લગ્નનો સંપૂર્ણ ઈંતજામ કરવામાં આવે છે. સીઝન પ્રમાણે નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય અહીં લગ્ન કરવા માટે શ્રેષ્ઠ છે.

જયપુર

જો તમે કોઈ મહેલમાં લગ્ન કરવાની ઈચ્છા રાખો છો તો જયપુરમાં ડેસ્ટીનેશન વેડિંગ પ્લાન કરી શકો છો. અહીં લગ્નના જશ્ન મહેલોમાં ઉજવવો તમારા માટે શાનદાર અનુભવ સાબિત થશે. અહીંનો જય પેલેસ લોકોનો પસંદગીનો રિસોર્ટ છે. આ પેલેસમાં લગ્ન કરવા ખરેખરમાં સપનું સાચું થવા જેવું છે. ઠંડીની સીઝનમાં આ જગ્યા લગ્ન માટે બેસ્ટ છે.

મસૂરી

જો તમને પહાડોમાં લગ્ન કરવાની ઈચ્છા હોય તો મસૂરી તમારા માટે સૌથી બેસ્ટ જગ્યા છે. જેડબલ્યુ મેરિયોટ વોલનટ ગ્રોવ રિસોર્ટ એન્ડ સ્પામાં તમને એ તમામ સુવિધાઓ મળશે જે તમારી ડ્રીમ વેડિંગને પૂરા કરશે. અહીં 300થી વધુ મહેમાનો માટેની જગ્યા છે.

કેરળ

કેરળ પોતાના સુંદર કુદરતી દ્રશ્યો અને બીચ માટે જાણીતું છે. જોકે ડેસ્ટીનેશન વેડિંગ માટે કેરળ એટલું જાણીતું નથી પરંતુ ભીડભાડથી દૂર શાંત જગ્યા પસંદ કરનારા લોકો માટે શ્રેષ્ઠ છે. કેરળના બીચ વેડિંગ ધીમે ધીમે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઈ રહી છે. કોવાલમમાં આવેલી ધ લીલા ભારતના સૌથી સારા વેડિંગ રિસોર્ટ્સમાનું એક છે. સપ્ટેમ્બરથી માર્ચ મહિના સુધી અહીં લગ્ન કરવા માટે બેસ્ટ સમય છે.

ઋષિકેશ

પવિત્ર નગરી ઋષિકેશમાં લગ્નના બંધનમાં બંધાવવું એક અલગ જ રીતનો અનુભવ છે. ડેસ્ટીનેશન વેડિંગ માટે દૂર દૂરથી કપલ અહીં લગ્ન કરવા માટે આવે છે. અહીંનું શાંત વાતાવરણ, સુંદર મંદિર અને નેચર લોકોને ઘણું પસંદ છે. અહીં ગંગા કિનારો લગ્ન કરવા માટેની બેસ્ટ જગ્યા માનવામાં આવે છે. રાજાજી નેશનલ પાર્ક ઋષિકેશ સૌથી લોકપ્રિય વેડિંગ વેન્યુમાનું એક છે. ઓક્ટોબરથી માર્ચ મહિનો અહીં લગ્ન કરવા માટેનો બેસ્ટ માનવામાં આવે છે.

શિમલા

હરિયાળી અને પહાડોની વચ્ચે નવી લાઈફની શરૂઆત કરવાનું દરેકનું સપનું હોય છે. જો તમે પણ આવું સપનું જુઓ છો તો તમારા ડેસ્ટીનેશન વેડિંગને શિમલામાં કરવાનો પ્લાન બનાવો. અહીં ઘણા એવા રિસોર્ટ્સ છે જે તમને તમારા ડ્રીમ વેડિંગના સપનાને હકીકતમાં ફેરવી દે છે. શિમલામાં લગ્ન કરવા માટે સમરની સીઝન બેસ્ટ છે.

ઉદેપુર

રોયલ ડેસ્ટીનેશન વેડિંગ માટે ઉદેપુર ઘણું જાણીતું છે. બોલિવુડના સિલેબ્સથી લઈને બોલિવુડની ફિલ્મોમાં પણ ઉદેપુરન લેવીશ રિસોર્ટમાં લગ્ન ફંક્શન રાખ્યા હોવાનું જોવા મળ્યું છે. અહીં લગ્ન કરવા માટે એપ્રિલથી ઓગષ્ટના મહિનાને બેસ્ટ માનવામાં આવે છે.

ગોવા

પાર્ટી લવર્સ માટે ગોવાથી સારી જગ્યા બીજી કોઈ નથી. મોટાભાગના કપલ્સ પોતાના હનીમૂન માટે ગોવા આવવાનું પસંદ કરે છે. બીચ વેડિંગ માટે ગોવા ઘણું જાણીતું છે. ગોવા લક્ઝુરીયસ વેડિંગ ડેસ્ટીનશન તરીકે પણ જાણીતું છે. નવેમ્બર થી ફેબ્રુઆરીનો મહિનો અહીં લગ્ન માટે બેસ્ટ છે. લગ્ન દરમિયાન તેને યાદગાર બનાવવા માટે કરવામાં આવતી અલગ અલગ એક્ટિવીટી માટે પણ આ બેસ્ટ સમય છે.

મથુરા

મથુરા પ્રાચીન અને પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાનું એક છે. અહીં ઘણા સારા રિસોર્ટ્સ આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં લગ્નના સંબંધમાં બંધાવું અને તેમના આશીર્વાદ મેળવવા તમારા માટે યાદગાર રહેશે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીના સમય શ્રેષ્ઠ છે.

અંદામાન નિકોબાર

જો તમને ભીડવાળી જગ્યાઓથી દૂર બીચ વેડિંગ કરવી છે તો અંદામાન નિકોબાર તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. ક્લીન બીચ અને સુંદર નજારાને કારણે અંદામાન નિકોબાર ડેસ્ટીનેશન વેડિંગ માટે લોકપ્રિય રહ્યું છે. સપ્ટેમબરથી મે મહિનો લગ્ન માટેનો શ્રેષ્ઠ સમય છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp