જરૂરિયાતમંદોને પોતાના બગીચામાં ઉગાડેલા શાક-ફળો આદિવાસી પરિવારોએ વહેંચ્યા

PC: scoopwhoop.com

લોકડાઉને ગરીબ લોકોની સામે ખાવાની સમસ્યા ઊભી કરી દીધી છે. આ સંકટના સમયમાં ઘણાં લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં ઘણાં નામો ચર્ચાયા છે. પણ અમે અહીં એવા આદિવાસી લોકોની વાત કરી રહ્યા છે, જેમણે લોકડાઉનમાં ઘણાં લોકોનું ખાવા-પીવાનું ધ્યાન રાખ્યું છે. તેમણે પોતાના બગીચામાં ઉગાડેલા ફળો અને શાકભાજીઓ લોકોને વહેંચ્યા જેથી તેમનું પેટ ભરી શકાય.

અહીં વાત થઈ રહી છે, મધ્ય પ્રદેશના પન્ના, રીવા, સતના અને ઉમરિયા જિલ્લામાં રહેનારા 232 આદિવાસી પરિવારોની. જેમણે લોકડાઉનના સમયમાં પોતાની આસપાસના વિસ્તારોમાં 425થી વધારે લોકોના પોષણનું ધ્યાન રાખ્યું છે. તેમણે લગભગ પોતાના 1100 બગીચામાં તૈયાર થયેલા ફળો અને શાકભાજી જરૂરિયાતમંદોને ખાવા માટે આપી દીધા. તેઓ અત્યાર સુધીમાં 37 ક્વિંટલ કરતા પણ વધારે શાકભાજી વહેંચી ચૂક્યા છે.

રજ્જી બાઈઃ

2016માં તેમની બે દીકરીઓ કુપોષણનો શિકાર થઈ હતી, તો તેમણે પોતાના ઘરની પાછળ જ બગીચો બનાવી લીધો. થોડા સમય પછી તેમનું ગુજરાન પણ ચાલવા લાગ્યું. લોકડાઉનમાં જ્યારે તેમના ગામ ડાડિનનું બજાર બંધ થઈ ગયું તો રજ્જી જીએ પોતાના પાડોશીઓને શાકભાજી વહેંચવાનું શરૂ કરી દીધું. તેમનું કહેવું છે કે, આ સંકટના સમયમાં જો આપણે આપણા લોકોની મદદ નહીં કરીશું તો કોણ કરશે.

કૃષ્ણા મવાસીઃ

સતના જિલ્લાના કેલ્હોરા ગામમાં રહે છે કૃષ્ણા મવાસી. તેમણે પોતાના બગીચામાં તૈયાર કરેલા શાકભાજી અને ફળો પાડોશીઓને વહેંચ્યા હતા. તેમના આ કામની પ્રશંસા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કરી ચૂક્યા છે.

નીરૂ કોલઃ

રીવા જિલ્લામાં રહેનાર નીરૂ કોલ પણ લગભગ તેમના 15 પાડોશીના ઘરોમાં શાકભાજી અને ફળો વહેંચી રહી છે. તેમનું કહેવું છે કે, આ સંકટના સમયમાં જ્યારે પૈસાનું અગત્ય રહ્યું નથી તો ફળ અને શાકભાજી શું છે. આ તો અમારી જવાબદારી છે.

તુલસા બાઈઃ

પન્ના જિલ્લાના વિક્રમપુરા ગામમાં રહેતી તુલસા બાઈ પાછલા 1.5 મહિનાથી ગામના ગરીબ લોકોમાં શાકભાજી ફળોનું વિતરણ કરી રહી છે. તેમણે એ પણ જણાવ્યું કે, તે અત્યાર સુધીમાં 14 ગામોના 41 પરિવારોની વચ્ચે 537 કિલો શાકભાજી વહેંચી ચૂકી છે. આગળ પણ તે આ કામ ચાલુ રાખશે.

કેસરી બાઈઃ

ઉમરિયા જિલ્લાના મગરઘરા ગામમાં રહેનાર કેસરી બાઈએ લોકડાઉનમાં જરૂરિયાતમંદોને પોતાના બગીચામાં ઉગાડેલા શાકભાડી ફ્રીમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. તે પોતાના પાડોશમાં અત્યાર સુધીમાં 1 ક્વિટંલથી વધારે શાકભાજી વહેંચી ચૂક્યા છે.

આ આદિવાસી પરિવારોને મધ્ય પ્રદેશમાં સામાજિક કામો સાથે જોડાયેલી સંસ્થા વિકાસ સંવાદે કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ શીખવાડ્યો હતો. હવે તેની મદદથી આ મહિલાઓ ઘણાં લોકોનું પેટ ભરી રહી છે. જેમને સલામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp