રેપ નો બદલો રેપ! બહેન સાથે રેપ કરનાર આરોપીની બહેન સાથે 2 ભાઈઓનો ગેંગરેપ

PC: dnaindia.com

મધ્ય પ્રદેશમાં સગીર બહેનની સાથે થયેલા દુષ્કર્મનો બદલો લેવા માટે બે સગા ભાઈઓએ મળીને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીઓએ સગીર બહેનની સાથે પીડિતાના ભાઈઓએ 7 મહિના પહેલા રેપ કર્યો હતો. આ ઘટના મધ્ય પ્રદેશના રીવા જિલ્લાની છે.

એક સગીરા સાથે 7 મહિના પહેલા દુષ્કર્મ થયું હતું. હવે આરોપીની 16 વર્ષીય બહેને પીડિતાના 2 સગા ભાઈઓ પર ગેંગરેપનો આરોપ લગાવી ચોંકાવી દીધા છે. સગીરાએ ફરિયાદ નોંધાવતા કહ્યું કે ઘરમાં ઘૂસીને બંને સગા ભાઈઓએ તેની સાથે રેપ કર્યો અને મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા. તે સમયે એ ઘરમાં એકલી હતી. પોલીસે ગેંગરેપના કેસમાં પોક્સો એક્ટ સહિત અન્ય ધારાઓ હેઠળ ગુનો નોંધી લીધો છે.

બદલાની નિયતથી ગેંગરેપ

પ્રાથમિક તપાસમાં આ બદલો લેવાની ભાવનાથી થયેલ રેપ માનવામાં આવી રહ્યું છે. 7 મહિના પહેલા સગીરા સાથે રેપની ઘટના બની હતી. જેનો આરોપી હાલમાં જેલમાં છે. આરોપીની સગીર બહેનની સાથે ગેંગરેપ થયો છે. પૂર્વમાં બનેલી ઘટનાની પીડિતાના ભાઈઓએ બદલાની નિયતથી આ ઘટનાને અંજામ આપી છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે છાપોમારી શરૂ કરી પણ હજુ સુધી કોઇ હાથે આવ્યું નથી.

એસપી શિવકુમાર વર્માએ જણાવ્યું કે પોલીસ આ મમાલાને લઇ ગંભીરતાથી તપાસ કરી રહી છે. કિશોરીનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે અને કેસની તપાસ ગંભીરતાથી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં રેપની ઘટનાઓ થંભવાનું નામ લઇ રહી નથી. રોજ ને રોજ દેશભરમાંથી બળાત્કારની ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે. હાલમાં જ હૈદરાબાદમાં એક 6 વર્ષીય માસૂમ સાથે રેપની ઘટના બની હતી. જેમાં આરોપી પાડોશી જ નિકળ્યો હતો. આરોપીએ માસૂમનો રેપ કરી ત્યાર પછી તેની હત્યા કરી નાખી હતી. ઘટનાના અમુક દિવસો પછી આરોપીનું શવ રેલવે ટ્રેક પરથી મળી આવ્યું હતું.

હૈદરાબાદની આ ઘટના એટલે ચર્ચાનો વિષય બની હતી કારણ કે ત્યાંના એક રાજકીય નેતાએ નિવેદન આપ્યું હતું કે આ ઘટનાના આરોપીને એન્કાઉન્ટમાં મારી નાખવામાં આવશે. જોકે, આરોપી પકડાયો તો નહીં પણ તેનું શવ રેલવે ટ્રેક પરથી મળી આવ્યું હતું. ત્યાર પછી મામલો ગરમાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp