બાઈડન સરકારની નવી ગાઇડલાઇનઃ અમેરિકા જવું છે? તો આ કરવું જરૂરી

PC: financialexpress.com

બીજા દેશથી આવનારા યાત્રીઓને લઇ અમેરિકાએ નવા ફેરફાર કર્યા છે. અમેરિકાએ નવા ઈન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમની જાહેરાત કરી છે જેના હેઠળ માત્ર સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ લોકોને જ અમેરિકામાં નવેમ્બરથી એન્ટ્રી મળશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીની શરૂઆતમાં વિદેશી યાત્રીઓને અમેરિકામાં પ્રવેશ કરવાની રોક લગાવી હતી. હવે રાષ્ટ્રપતિ બાઇડનની નવી નીતિથી ભારત જેવા દેશના લોકોને યાત્રા સંબંધી પ્રતિબંધોથી છૂટકારો મળી ગયો છે.

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું કે, ભારત જેવા દેશોથી વેક્સીનેટેડ લોકો હવે પોતાના વેક્સીનેશન પ્રૂફની સાથે અમેરિકાની યાત્રા કરી શકે છે. વ્હાઇટ હાઉસના જેફ જાઈન્ટ્સે કહ્યું કે, સોમવારે અમે નવા આંતરરાષ્ટ્રીય એયર સિસ્ટમની જાહેરાત કરી છે. આ સિસ્ટમ હેઠળ કોરોનાના પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરવામાં આવશે. જેનાથી અમેરિકાના લોકો સુરક્ષિત રહેશે અને આંતરરાષ્ટ્રીય યાત્રા પણ વધારે સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે નવેમ્બરની શરૂઆતમાં વિદેશોથી અમેરિકા આવનારા વિમાનોમાં યાત્રા કરનારા લોકોને સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ થવું જરૂરી છે. અમેરિકા આવી રહેલા વિમાનમાં બોર્ડિંગ પહેલા જ આ લોકોને સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ થવાના પુરાવા દેખાડવા પડશે.

તેમણે કહ્યું કે કોરોના નિયમોનું કડકાઇ પાલન કરવામાં આવશે. જો કોઇ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે આ નિર્ણય CDC કરશે કે એન્ટ્રી માટે કઇ વેક્સીન માન્ય છે.

જણાવીએ કે આ પહેલા રાષ્ટ્રપતિ જો બાઈડને વિમાનમાં માસ્ક પહેરવા અને નિયમોનું પાલન ન કરનારાઓ પર બેગણો દંડ ફટકારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે માસ્ક પહેરવાથી કોરોનાનું સંક્રમણ રોકવામાં મદદ મળે છે. માટે માસ્કનો ઉપયોગ કરવો જોઇએ.

તો બીજી બાજુ ભારતમાં પ્રમુખ રીતે બે કોરોના વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવેક્સીન અને કોવિશીલ્ડ. પણ આ બંને વેક્સીનોને UK દ્વાર બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇનમાં ભારતની આ બંને કોરોના વેક્સીનને માન્યતા આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે અમેરિકા ભારતની આ બે વેક્સીનને માન્યતા આપે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp