તમે બજારમાંથી પાકેલી કેરી ખરીદો છો, તો પહેલા આ વાંચી લો

PC: anotherstory.in

ઉનાળો આવે એટલે કેરીના રસિઓને મોજ પડી જાય છે. કેરીને આમ પણ ફાળોનો રાજા કહેવામાં આવે છે અને લોકો મનભરીને ઉનાળામાં કેરીની મજા માણે છે. પરંતુ મોટાભાગે કેરીના વેપારીઓ કેરી પકવવા માટે કાર્બાઈટનો ઉપયોગ કરે છે. કાર્બાઈટ એક પ્રકારનું કેમિકલ છે અને તે લોકોના આરોગ્યને નુકસાન કરતું હોવાના કારણે આ કેમિકલ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. એટલા માટે જ આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન માર્કેટમાં કોઈપણ વેપારી પાસેથી કાર્બાઈટથી પકવેલી કેરી પકડાય તો તે કેરીનો નાશ કરવામાં આવે છે. જેથી લોકોના આરોગ્યને કોઈ નુકસાન ન થાય.

એક રીપોર્ટ અનુસાર, આજે પણ કેટલાક કેરીના વેપારીઓ કેરી વહેલી પકવવા માટે કાર્બાઈટ કેમિકલનો ઉપયોગ કરીને કેરી પકવીને કેરીનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. વેપારીઓને એમ પણ ખબર છે કે, આ કેમિકલ પ્રતિબંધિત છે, છતાં પણ તેઓ કેરીના બોક્સમાં કાર્બાઈટની નાની પડીકી નાંખીને 48 કલાકમાં કેરી પકવીને તેનું વેચાણ કરી રહ્યા છે. અમદાવાદના એક કેરીના વેપારી એમ કહે છે કે, કાર્બાઈટ વગર કેરી પકવી શકાતી નથી. વેપારી કહે છે કે, આ ચાઈના પડીકી આવે છે અને તેનાથી 48 કલાકમાં કેરી પાકે છે. વેપારી એમ પણ કબુલાત કરે છે કે, તેને અધિકારીઓથી ડર નથી લાગતો કારણ કે, અધિકારીઓ જ વેપારી પાસેથી હપ્તા લઈ જાય છે.

આ કાર્બાઈટથી પકાવવામાં આવતી કેરીના કારણે થતા નુકસાન વિશે ડૉકટરો જણાવે છે કે, કેરી પકવવા માટે કેમિકલ વાપરવામાં આવે ત્યારે કેરી જોડે કેમિકલ રીએક્શન કરે અને તેની અંદરથી અમુક ગેસ પ્રોડ્યુસ થતા હોય છે. આ ગેસની મદદથી આપણી બોડીની અંદર કેન્સર જેવી ઈફેક્ટ ઊભી થઇ શકે. એટલે એની કેટલીક ઈમિડિએટ ઈફેક્ટ હોય અને થોડી લોંગટર્મ ઈફેક્ટ હોય છે. ઈમિડિએટ ઈફેક્ટની અંદર સ્કીનની એલર્જી થઇ શકે, તડકામાં જઈએ તો બળતરા થઇ શકે, શરીરમાં ખંજવાળ આવી શકે, ક્યારેક-ક્યારેક લોકોને પેટમાં દુઃખાવો થઇ શકે, અમુક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવાની ફરિયાદ થઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp