વેજિટેબલ રિસોટો સ્વાદિષ્ટ અને ઝટપટ બનાવો તમારા ઘરે

PC: buonissimo.org

ક્રિસમસ તહેવારના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ અવસર પર લોકો ઘણાં પ્રકારની વાગની બનાવી સ્વાદ માણતાં હોય છે, પરંતુ જો તમે એક વાનગીનો સ્વાદ લઇને મજાના આવતી હોય તો આજે અમે તમારા માટે ક્રિસમસ માટેની સ્પેશિયલ રેસિપી લઇને આવ્યાં છીએ. આ વેઝિટેબલ રિસોતો એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. વાસ્તવિક વિધિમાં રિસોતો બનાવવા માટે આર્બોરિયો ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તમે બાસ્મતિ ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો, જે સ્વાદ વધારે છે. તો ચલો જોઇએ કઇ રીતે આ રેસિપી બનાવી શકાય?

સામગ્રી
11/2 કપ (ઉકાળેલા) તૈયાર કરેલા આર્બોરિયો ચોખા અથવા બાસ્મતિ ચોખા
2 ટેબલ-સ્પૂન માખણ
1/4 કપ સમારેલી ડુંગળી
1/2 કપ સમારેલી શિમલા મરચું
11/4 કપ દૂધ
3 ટેબલ-સ્પૂન ફ્રેશ ક્રીમ
3/4 કપ પ્રોસેસ્ડ ચીઝ
સ્વાદ મુજબ મીઠું અને કાળા મરી


બનાવવાની રીત
એક નોન સ્ટિક પેનમાં માખણ ગરમ કરો અને તેમાં ડુંગળી ઉમેરી મધ્યમ આંચ પર 1 થી 2 અથવા ડુંગળી બ્રાઉન કલરની થાય સુધી ચઢવા દો.

તેમાં શિમલા મરચું ઉમેરી મધ્યમ આંચ પર 1 થી 2 મીનિટ અથવા શિમલા મરચું નરમ થાય સુધી ચઢવા દો.

હવે તેમાં ચોખા, દૂધ, ક્રીમ, મીઠું, કાળા મરી અને 1/4 કપ ચીઝ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો અને મધ્યમ આંચ પર 3 થી 4 મીનિટ માટે વચમાં બટાકા મેશરથી હલવી ચઢવા દો.

આ તૈયાર કરેલ મિશ્રણને એક બેકિંગ ડિશમાં નાખી ચમચી વડે એક સરખું ફેલાવી દો અને વચમાં 1/2 કપ ચીઝને ઉપરથી છાંટી દો.

પહેલાથી ગરમ ઓવનમાં 200ના તાપમાન પર 10 થી 15 મીનિટ સુધી (ગરમ) ચઢવા દો. જે બાદ ફાટફટ પીરસો... તૈયાર છે વેઝિટેબલ રિસોતો રેસિપી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp