ન્યૂયોર્કમાં 1000 કરોડના ખર્ચે બનાવાયો અનોખો ટાવર, જાણો તેની ખાસિયતો

PC: youtube.com

અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં અનોખો ટાવર ઊભો કરવામાં આવ્યો છે. હડસન યાર્ડ વિસ્તારના રિડેવલપમેન્ટના 25 અબજ ડોલરના પ્રોજેક્ટમાં આ અનોખો ટાવર કેન્દ્ર બિંદુ છે. આ ટાવર પગથિયાવાળો બનાવવામાં આવ્યો છે. 150 ફૂટ ઊંચા આ ટાવરમાં રેસ્ટોરન્ટ, એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર વગેરે બનાવવામાં આવ્યા છે. 

આ ટાવર 15 માર્ચથી લોકો માટે ખુલ્લો મુકવામા આવશે. આ ટાવરના નિર્માણ પાછળ આશરે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટાવરનું નામ વેસેલ રાખવામાં આવ્યું છે, જ્યારે હડસન નદીની પાસે હોવાથી તેને હડસન યાર્ડ્સ પણ કહે છે. હડસન યાર્ડ્સના ગ્રાન્ડ ઓપનિંગ પહેલાં જ 85 ટકા જેટલી દુકાનો ભાડે પણ અપાઈ ગઈ છે. આ મોલ વીજળી પણ જાતે જ પેદા કરે છે એટલે જો કદાચ આખા ન્યૂયોર્કની વીજળી જતી રહે તો પણ અહીંની લાઈટો ચાલુ રહેશે. આ પ્રોજેક્ટ USનો સૌથી મોટું પ્રાઈવેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. આ સમગ્ર હડસન યાર્ડ્સને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેથી તે એક વિશાળ શહેરની અંદર તમામ સુવિધાઓથી સજ્જ બીજું એક નાનકડું શહેર હોય તેવું જ લાગે. આ ટાવરને એવી રીતે ડિઝાઇન કરાયો છે કે, તે માનવનિર્મિત અને કુદરતી હોનારતો સામે રક્ષણ મેળવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp