26th January selfie contest

વેક્સીન મૂકાવતા પહેલા અને પછી શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ?

PC: wsj.com

1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સીન મુકાવી શકશે. કોરોનાના વધતા મામલાઓને જોતા લોકો આતુરતાપૂર્વક વેક્સીન મુકાવાની રાહ જોઈ રહ્યા છે. વેક્સીનનો વધુમાં વધુ ફાયદો શરીરને મળી શકે તે માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે વેક્સીન મુકાવતા પહેલા અને શું ખાવુ અને કઈ બાબતોની પરેજી પાળવી.

આલ્કોહોલથી રહો દૂર

જો તમે દારૂ પીતા હો, તો વેક્સીન મુકાવાના થોડાં દિવસો પહેલાથી તેનું સેવન બંધ કરવુ જોઈએ. વેક્સીન મુકાવ્યા બાદ પણ થોડાં દિવસો સુધી દારૂનું સેવન ના કરવુ જોઈએ. કેટલાક લોકોમાં વેક્સીનના સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ થાય છે અને કેટલાક લોકોમાં તે ગંભીર પણ બની શકે છે. તાવ, માથુ દુઃખવુ, થાક, માંસપેશિઓમાં દુઃખાવો, ઉલ્ટી વેક્સીનની સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ છે. દારૂની થોડી પણ માત્રા શરીરમાં ડિહાઈડ્રેશન વધારી શકે છે, જેને કારણે સામાન્ય સાઈડ ઈફેક્ટ ગંભીર બની શકે છે. એટલું જ નહીં, દારૂ ઈમ્યૂન સિસ્ટમ પર પણ અસર કરી શકે છે.

ખાવાનું અને ઉંઘવાનું રાખો ધ્યાન

વેક્સીન લેવાના એક દિવસ પહેલા શરીરને પૂરતો આરામ આપો. તેને કારણે તમારી ઈમ્યૂન સિસ્ટમ સારી પ્રતિક્રિયા આપશે. વેક્સીન મુકાવવાના એક દિવસ પહેલા રાત્રે પૂરતી ઉંઘ લો અને ડિનરના ડાયટ પર પૂરતું ધ્યાન આપો. ફાઈબરની ઓછી માત્રા (ફળ, શાકભાજી, અનાજ, દાળ, મેવા અને સીડ્સ) અને સેચુરેટેડ ફેટ તેમજ સુગર શરીરને યોગ્ય મજબૂતી નથી આપતા અને તેને કારણે સારી ઉંઘ પણ નથી આવતી. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રાતનું ભોજન એવુ હોવુ જોઈએ, જેને કારણે ઉંઘ જલ્દી અને સારી આવે. વેક્સીન મુકાવ્યાના એક દિવસ પહેલા ડિનરમાં સૂપ અને સલાડ લો. બ્રોકલી, બીન્સ અથવા ફ્રાઈ વેજીટેબલ્સ ખાવા વધુ ફાયદાકારક રહેશે.

જો તમે ડિનર વહેલુ કરી લીધુ હોય તો તમને ઉંઘતા પહેલા ભૂખ લાગે તો તાજા ફળ અને નટ્સ ખાઓ. ધ્યાન રાખો કે તમે જે પણ ખાઓ તે સૂતા પહેલા પચી જાય. કંઈપણ ખાઈને તરત સુઆ માટે ના જાઓ, ઓછામાં ઓછો ત્રણ કલાકનો ગેપ રાખો. સૂવા જવાના 6 કલાક પહેલા કોફી પીવાનું બંધ કરી દો. સૂતા પહેલા લિક્વિડ ડાયટ ના લો, કે જેથી તમારે રાત્રે વારંવાર વોશરૂમ જવા માટે ઉઠવું પડે.

હાઈડ્રેટેડ રહો

વેક્સીન લેતા પહેલા અને બાદમાં તમને કેવુ લાગે છે, તે એ બાબત પર નિર્ભર કરે છે કે તમે કેટલા હાઈડ્રેટેડ છો. ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિસિનના જણાવ્યા અનુસાર, મહિલાઓએ દરરોજ 2.7 લીટર અને પુરુષોએ 3.7 લીટર લિક્વિડ પીવાની જરૂર હોય છે. વેક્સીન લેતા પહેલા શરીરમાં પાણીની માત્રા ઓછી ના થવા દો.

ભોજનમાં હોલ ગ્રેનનો સમાવેશ કરો

બ્રિટિશ જર્નલ ન્યૂટ્રીશનમાં છપાયેલી એક સ્ટડી અનુસાર, ખાનપાનની સારી આદતો કોવિડ-19ને અટકાવવામાં અસરદાર છે. તેમજ વેક્સીનના પ્રભાવ અને ન્યૂટ્રિશન સંબંધ પર કરવામાં આવેલી સ્ટડી અનુસાર, ન્યૂટ્રિશન અને એન્ટી ઈન્ફ્લામેટ્રીવાળા હોલ ગ્રેન ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે, તેને કારણે વેક્સીન મુકાવ્યા બાદ વધુ ફાયદો મળે છે. વેક્સીન મુકાવ્યા બાદ અશક્તિ ના આ તે માટે વેક્સીન મુકાવતા પહેલા પાણી પીઓ, લિક્વિડ ડાયટ લો અને પેટ ભરેલું રાખો. તેનાથી વેક્સીન મુકાવ્યા બાદ તણાવ ઓછો લાગશે. વેક્સીન મુકાવતા પહેલા પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટવાળું ડાયટ લો, જેથી ચક્કર ના આવે.

અપોઈન્મેન્ટના સમયનું ધ્યાન રાખો

જો વેક્સીન મુકાવાનો સમય સવારનો હોય તો બ્રેકફાસ્ટમાં ઓટ્સ, ફળ અને સીડ્સ ખાઈને જાઓ. તમે શાકભાજી, એવોકાડો અને આમલેટ પણ ખાઈ શકો. જો બપોરની અપોઈન્મેન્ટ હોય તો લીલા શાકભાજી, દાળ અને સલાડ ખાઈને વેક્સીન મુકાવો. આ ઉપરાંત, સ્મૂધી, દહીં, કેળા અને બેરીઝ પણ ખાઈ શકાય.

વેક્સીન મુકાવ્યા બાદ શું ખાવુ અને શું ના ખાવુ

કેટલાક લોકોને વેક્સીન મુકાવ્યા બાદ ઉલ્ટી અને ઉબ્કા આવે છે. તેનાથી બચવા માટે સૂપ અથવા નારીયેળ પાણી પી શકાય. કેળા, તરબૂચ, બ્રાઉન રાઈસ અથવા બટાકા ખાવા ફાયદાકારક રહેશે. વેક્સીન મુકાવ્યા બાદ ફ્રાઈ ફૂડ, મીટ, સ્વીટ અને બેક્ડ વસ્તુઓ ખાવાથી દૂર રહેવુ જોઈએ.

આ વાતોનું રાખો ધ્યાન

વેક્સીનની સાઈડ ઈફેક્ટ્સ થોડાં દિવસોમાં જતી રહેશે, પરંતુ ખાનપાનની સારી આદતો તમને હંમેશાં હેલ્ધી રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp