વાસી ખાવાનું ખાવાથી ડેમેજ થાય છે લિવર, જાણો હેપાટાઈટીસમાં શું ખાવું અને શું નહીં

PC: naccho.org

હેપાટાઈટીસ એક એવી બીમારી છે જે વ્યક્તિના લિવરને ડેમેજ કરી દે છે. લિવર શરીરના ખરાબ પદાર્થને બહાર કરી તેને ડટોક્સીફાઈ કરવાનું કામ કરે છે. હેપાટાઈટીસ 5 પ્રકારના હોય છે. હેપાટાઈટીસ બી, સી અને હેપાટાઈટીસ એ, ડી અને ઈ. ડૉક્ટર્સ કહે છે કે હેપાટાઈટીસ બી, સી અને ડી શરીરના ઈન્ફેક્ટેડ ફ્લૂડના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જ્યારે હેપાટાઈટીસ એ અને ઈ દૂષિત ખાવાનાને કારણે ફેલાય છે. ડૉક્ટર્સ પ્રમાણે, આ ઘાતક બીમારી ઘણા ઝડપથી કોઈ વ્યક્તિને ઘેરી શકે છે. આ તમારા લિવરને હંમેશા માટે ડેમેજ કરી શકે છે. આથી હેપાટાઈટીસ સંક્રમિત દર્દીઓએ ખાવા-પીવાનું ઘણું ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં એક પણ ખરાબ વસ્તુ લિવરના ડેમેજને વધારી શકે છે. તો ચાલો જાણી લઈએ હેપાટાઈટીસ રોગીઓએ શું ખાવું જોઈએ અને શું ખાવાથી બચવું જોઈએ.

આખું અનાજ હેપાટાઈટીસ રોગીઓ માટે સૌથી સારું ડાયેટ માનવામાં આવે છે. તમે લોટની બ્રેડ, દલિયા, બ્રાઉન રાઈસ, હોલ ગ્રેઈન પાસ્તા અને ખિચડી ખાઈ શકો છો. તે સિવાય તમે ઓટ્સ, રાઈ અને કોર્ન જેવી વસ્તુઓ પણ ખાઈ શકો છો.

લિવર ડીસીઝને કંટ્રોલ રાખવા માટે ડાયેટમાં ફળ-શાકભાજીઓનો નિયમિત રૂપે ઉપયોગ કરવો જોઈએ. પોષક તત્વોથી ભરપૂર શાક અને ફળો સરળતાથી પચી જાય છે. તેમાં ઘણા એન્ટીઓક્સીડન્ટ પણ મળી આવે છે જે આપણા લિવરને ડેમેજ થતા રોકે છે.

ડોક્ટર્સની સલાહ છે કે હેપાટાઈટીસના દર્દીઓએ એવા શાકભાજી અને ફળો ખાવા જોઈએ જેમાં સ્ટાર્ક વધારે મળી આવે છે. આથી તમે હેપાટાઈટીસ રિકવરી ડાયેટમાં બટાકાને સામેલ કરી શકો છો. આ સિવાય માત્ર તાજા શાકભાજી અને સીઝનલ ફળોનું જ સેવન કરવું જોઈએ.

હેપાટાઈટીસના દર્દીઓએ ઓલિવ ઓઈલ, રાઈનું તેલ અને ફ્લેક્સ સીડ્સનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. લિવર ડેમેજ કરનારી આ બીમારીથી ઝઝૂમી રહેલા રોગીઓએ આ તેલમાંથી જ બનાવેલું ખાવાનું ખાવું જોઈએ.

હેપાટાઈટીસના દર્દીઓએ પોતાના ડાયેટમાં પ્રોટીનનું વિશેષ ખ્યાલ રાખવું જોઈએ. આ લોકો લો ફેટ મિલ્ટ અથવા ડેરી પ્રોડક્ટના રૂપમાં પ્રોટીન જરૂરથી લઈ શકે છે. તે સિવાય લીન મીટ જેવા કે ચિકન, પાંદડાવાળા શાકભાજી, ઈંડા અને સોયા પ્રોડક્ટ્સમાં હાજર પ્રોટીનનું સેવન પણ તમે કરી શકો છો.

હેપાટાઈટીસમાં કેટલીક વસ્તુઓને ખાવામાં પરેજ પાળવો જોઈએ. આ વસ્તુઓ તમારા લિવરને ડેમેજ કરી શકે છે. ખાસ કરીને આ બીમારીના દર્દીઓએ પ્રોસેસ્ડ ફૂડ ખાવું ન જોઈએ. પ્રોસેસ્ડ બ્રેડ, પ્રોસેસ્ડ મીટ, કેન સૂપ અથવા ડબ્બામાં બંધ વસ્તુઓ ખાવાની ભૂલ સહેજ પણ કરવી જોઈએ નહીં.

હાઈડ્રોજેનેટેડ ઓઈલથી હંમેશા માટે દૂરી બનાવી લેવી જોઈએ. તેની જગ્યાએ હેલ્ધી ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. આવી વસ્તુઓમાં હાઈ સેચ્યુરેટેડ અથવા ટ્રાન્સ ફેટની માત્રા ઘણી વધારે હોય છે. સ્ટ્રીટ ફૂડ અથવા જંક ફૂડમાં તે સૌથી વધારે જોવા મળે છે. આ બીમારીમાં વાસી ખાવાથી પણ બચવું જોઈએ.

એક સારા લિવર ડાયેટમાં સુગરની માત્રા સંતુલિત હોવી જોઈએ. આર્ટિફિશયલ સ્વીટનર્સ અથવા માર્કેટમાં મળનારા પેકેટમાં ફ્રૂટ જ્યુસ અથવા કેન સૂપમાં ઘણી સુગર હોય છે. જેના કારણે આ બીમારીમાં સુગર આપણા ડાયજેશનની મુશ્કેલીને વધારી દે છે. તેની સાથે મીઠાની માત્રા પણ સંતુલિત રાખવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp