Recipe: વ્હોલગ્રેઈન પિઝા

PC: athriftymom.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 1 કલાક 5 મિનિટ

સામગ્રીઃ

લોટ માટેઃ
3 કપ વ્હોલવીટ લોટ
3 કપ રોસ્ટેડ ચણાનો લોટ
2 ટે.સ્પૂન સોયાનો લોટ
1 કપ મલ્ટીગ્રેઈન લોટ
1 ટી.સ્પૂન ડ્રાય યીસ્ટ
1 ટી.સ્પૂન ખાંડ
2 કપ પાણી
2 ટે.સ્પૂન ઓલિવ ઓઈલ
મીઠું સ્વાદ પ્રમાણે

સોસ બનાવવા માટેઃ
4 નંગ બાફીને છાલ કાઢેલા ટામેટાં
3 ટે.સ્પૂન ઓલિવ ઓઈલ
2 કપ ટોમેટો પેસ્ટ
12 બેસિલના પાંદડા
મીઠું અને મરી પાવડર સ્વાદ પ્રમાણે
2 કપ છીણેલું મોઝરેલા ચીઝ

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ પિઝાનો બેઝ બનાવવા માટે એક બાઉલમાં ગરમ પાણી લઈ ડ્રાય યીસ્ટ અને ખાંડ મિક્સ કરીને 15 મિનિટ માટે આથો લાવવા મૂકો. હવે બાઉલમાં વ્હોલ વીટ લોટ, રોસ્ટેડ ચણાનો લોટ, સોયા લોટ, મીઠું અને મલ્ટી ગ્રેઈન લોટ નાખી મિક્સ કરો. હવે લોટની વચ્ચે ખાડો બનાવી તેમાં યીસ્ટવાળું તૈયાર મિશ્રણ નાખી લોટ બાંધી લો. તેની ઉપર ઓલિવ ઓઈલ લગાવી રેસ્ટ માટે બાજુએ મૂકો.
પીઝા સોસ બનાવવા માટે ટામેટાને મિક્સરમાં ક્રશ કરી લો. પછી એક પેનમાં તેલ લઈ તેમાં પ્યૂરી, ટામેટો પેસ્ટ, બેસિલ, મીઠું અને મરી પાવડર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધઈ ઉકાળો. હવે તૈયાર કરેલા લોટનો એક લુઓ લઈ તેની ઉપર સોસ પાથરો અનેતેની ઉપર મોઝરેલા ચીઝ નાખીને પ્રીહિટ કરેલા ઓવનમાં 10 મિનિટ સુધી બેક કરવા મૂકો. બેક થયેલા પિઝાને સર્વિંગ ડીશમાં કાઢી ઉપરથી બેઝિલ લીવ મૂકી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp