12 વર્ષ સુધી મહિલાએ ના કર્યું સેક્સ, જણાવ્યું શું પડી તેના જીવન પર અસર

PC: youtube.com

સોફી ફોન્ટાનેલ પેરિસની એક પ્રસિદ્ધ લેખિકા છે. 27ની ઉંમરમાં એક દિવસ અચાનક સોફી ફોન્ટાનેલે સેક્સથી દૂરી બનાવવાનો નિર્ણય લીધો. તેણે આ નિર્ણય શા માટે લીધો અને 12 વર્ષ સુધી સેક્સ ન કરવાની તેના જીવન પર શું અસર પડી, આ બધાનો ઉલ્લેખ તેણે પોતાની બુક આર્ટ ઓફ સ્લીપિંગ અલોનમાં કર્યો છે.

57 વર્ષીય સોફીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 12 વર્ષ સુધી સેક્સ ન કરવાને કારણે તેનામાં ઘણા બધા બદલાવો આવ્યા હતા. સોફીએ જણાવ્યું હતું કે, તે 22 વર્ષની હતી ત્યારે તેનો બોયફ્રેન્ડ બન્યો અને 5 વર્ષ સુધી બંને રિલેશનશિપમાં રહ્યા. આ દરમિયાન સોફી એ બધું જ કરતી હતી, જેને કારણે તેનો બોયફ્રેન્ડ ખુશ રહે. પછી એક દિવસ અચાનક સોફીને લાગ્યું કે, સૌને ખુશ રાખવાના ચક્કરમાં તે પોતાની સાથે કંઈક ખોટું તો નથી કરી રહી ને? તેણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું તે ખરેખર સંતુષ્ટ છે?

સોફીને પોતાની સેક્સ લાઈફ ખૂબ જ બોરિંગ લાગવા માંડી હતી પરંતુ તેને માટે તે સ્વીકારવું મુશ્કેલ બની રહ્યું હતું. આથી, એક દિવસ તેણે પોતાના બોયફ્રેન્ડને કહ્યું કે તે એકલી રહેવા માગે છે. આ નિર્ણય લેવાના થોડાં દિવસ બાદ જ તેને ખુશીનો અનુભવ થવા માંડ્યો. તેણે કહ્યું હતું કે, તેને પોતાના નિર્ણય પર પસ્તાવો નહોતો. મારી અંદર ઘણી ઈચ્છાઓ જન્મ લેવા માંડી હતી અને ખાસ વાત એ છે કે, ઈચ્છા કોઈ પુરુષને લઈને નહોતી થતી.

ત્યારબાદ હું ફરવા ગઈ, સ્વિમિંગ શીખી, મારા ફ્રેન્ડ્સ સાથે અને મારી પોતાની જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંડી. આ એક નિર્ણયથી હું પોતાને ખુશ અને આઝાદ અનુભવી રહી હતી. અંતમા સોફીએ કહ્યું હતું કે, જો તમારી પાસે કોઈક એવી વ્યક્તિ હોય કે જેની સાથે તમે બધું જ શેર કરી શકો તો તમારા જીવનમાં તમને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડશે અને તમે તમારી રીતે જીવન જીવી શકશો. સેક્સ ચોઈસ હોવી જોઈએ, અનિવાર્યતા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp