વધતી ઉંમરની સાથે મહિલાઓ રાખે છે સેક્સની વધુ ઈચ્છાઃ સ્ટડી

PC: greenviewacc.com.au

લોકોનું માનવું છે કે, વધતી ઉંમરની સાથે મહિલાઓ સેક્સમાં રસ ગૂમાવી દે છે, જો તમે પણ એવુ જ વિચારતા હો તો આ બાબતને લઈને તમે ખોટા છો. શોધકર્તાઓએ આશરે 15 વર્ષો માટે 3257 પૂર્વ અને પેરીમેનોપોઝલ મહિલાઓ પર નજર રાખી. સપ્ટેમ્બરના અંતમાં નોર્થ અમેરિકન મેનોપોઝ સોસાયટીની વર્ચ્યુઅલ મીટિંગમાં અધ્યયનના પ્રમુખ લેખક ડૉ. હોલી થૉમસે અધ્યયનનું કન્કલૂઝન પ્રસ્તૂત કર્યું હતું કે, જો મહિલાઓ પોતાના પાર્ટનરની સાથે વાત કરવામાં સક્ષમ હોય અને સુનિશ્ચિત કરે કે તે સેક્સ કરી રહી છે જે તેમના પ્લેઝરને પૂર્ણ કરી રહ્યું છે અને તેમના માટે આનંદદાયક છે, તો એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે મહિલાઓ વધતી ઉંમરની સાથે સેક્સને વધુ મહત્ત્વ આપશે.

પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં મેડિસિન આસિસ્ટન્ટ પ્રોફેસર થોમસને જણાવ્યું કે, અધ્યયનમાં 26.7% વધુ ઉંમરની મહિલાઓએ સેક્સને વધુ મહત્ત્વ આપ્યું, જ્યારે 44.9% મહિલાઓએ કહ્યું કે, મિડ એજમાં સેક્સ મહત્ત્વપૂર્ણ હતું પરંતુ સમયની સાથે તેમા રસ ઓછો થઈ ગયો. 28.4% મહિલાઓમાં મિડલાઈફ સેક્સનું મહત્ત્વ ઓછું હતું. થોમસે કહ્યું, અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે, ઉંમર વધ્યા બાદ પણ મોટાભાગની મહિલાઓ સેક્સને વધુ મહત્ત્વ આપી રહી છે, જે એબનોર્મલ નથી.

ભૂતકાળમાં થયેલા અધ્યયનોએ મોટી ઉંમરની મહિલાઓને સેક્સમાં ઈન્ટરેસ્ટ ન લેવા વિશે જણાવ્યું છે, જેમાં વર્ષ 2007 બ્રિટિશ અધ્યયન પણ સામેલ હતું. જેમાં 15% પુરુષ અને 34% મહિલાઓએ ત્રણ મહિના અથવા તેના કરતા વધુ સમય સુધી સેક્સમાં રુચિ ગુમાવી દીધી હતી.

અધ્યયન લેખકો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે, પૂર્વ લિટ્રેચર રિપોર્ટ્સ અનુસાર સેક્સનું મહત્ત્વ ઓછું થઈ જાય છે, કારણ કે મહિલાઓ મિડલાઈફ તરફ આગળ વધે છે. અમને જાણવા મળ્યું છે કે, એક ચતૃથાંશ મહિલાઓ માટે સેક્સ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. ઓછાં ડિપ્રેશનના લક્ષણો ધરાવતી મહિલાઓ, ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ યૌન સંતુષ્ટિ અને બ્લેક (જાતીયતા)વાળી મહિલાઓ સેક્સને સૌથી વધુ મહત્ત્વ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp