આ 13 રાજ્યોમાં પુરુષો કરતા મહિલા મતદારોએ દેખાડ્યો દમ, જાણો કઇ રીતે

PC: amazonaws.com

ચૂંટણીનું પરિણામ ભલે કોઇ પણ પાર્ટીના પક્ષમા આવે પરંતુ મતદાનને લઇને જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તેનાથી લોકશાહી મજબૂત થઇ રહી હોવાના પૂરાવા મળે છે. લોકસભાની 543 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને હવે 23મીએ પરિણામ જાહેર થનાર છે. જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે, 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વોટિંગમાં મહિલાઓ પુરૂષોથી આગળ ચાલી રહી છે. આ ક્લબમાં ઉત્તર ભારતના માત્ર બે રાજ્યો બિહાર અને ઉત્તરાખંડને જગ્યા મળી છે, જ્યાં મહિલાઓએ પુરૂષો કરતા વધારે મતદાન કર્યું છે.

2014 લોકસભા ચૂંટણીમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એવાં હતા જ્યાં મહિલાઓ પુરૂષો કરતા આગળ નીકળી હતી. 2019 લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મહિલાઓ મતદાન મામલે આગળ રહી છે. આ યાદીમાં પશ્ચિમ ભારતના બે પ્રદેશ ગોવા અને દીવ-દમણનો સમાવેશ થાય છે.

આ 13 રાજ્યોમાંથી 11માં 2014માં પણ મહિલા મતદારોની સંખ્યા વધારે હતી, પરંતુ આ વખતે આ બધા રાજ્યોમાં પુરૂષોના મુકાબલે સ્ત્રી મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કેરળની વાત કરીએ તો 2014માં અહીં સ્ત્રી મતદારોની સંખ્યા પુરૂષો કરતા 6 લાખ વધારે હતી જે આ વખતે 9 લાખ પર પહોંચી છે. તમિલાડુમાં આ વખતે મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારોની તુલનામાં 6 લાખ વધી છે.

જો મહિલાઓના વધારે મતદાન કરનારા 13 રાજ્યોનો આંકડાની વાત કરીએ તો કુલ 21 લાખ મહિલાઓએ પુરૂષો કરતા વઘારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp