મહિલાઓ ઇચ્છે છે તમને ખબર હોય સેક્સ સંબંધિત આ રહસ્યો: ભાગ-1

PC: ilanelanzen.com

સેક્સ સમયે મહિલાઓ કોઈ પણ પુરુષ પાસે શું ઇચ્છે છે તે હંમેશાં જ શોધનો વિષય રહ્યો છે. આ પહેલાં પણ આ વિષયમાં ઘણું બધું લખાઈ ગયું છે. આ મુદ્દા પર એક રિસર્ચના પરિણામ સામે આવ્યા છે. સેક્સ સંબંધિત વિષયમાં 700થી વધુ મહિલાઓએ ખુલીને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા જેનાથી તારણ આવ્યું કે આખરે મહિલાઓ સેક્સ સમયે શું ચાહે છે પુરુષ પાસે...

1. માત્ર કામક્રીડા પર જ હોય સંપૂર્ણ ધ્યાન:

સરવેમાં શામેલ લગભગ 42 ટકા મહિલાઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે. મહિલાઓએ સ્વીકાર્યું હતું કે મોં દ્વારા કરવામાં આવતી ક્રીડા, આંખોમાં આંખ મિલાવીને કરવામાં આવતો પ્રેમ, હોઠોનું સંવેદનશીલ અંગો પર ફેરવવું, અને કોઈ અલગ રીતે શરીરને પંપાળવું મહિલાઓને ખૂબ ઉત્તેજિત કરે છે અને તેમને તે અનુભવ ખૂબ પસંદ આવે છે.

2. ફોરપ્લેનું મહત્ત્વ સૌથી વધુ:

કામક્રીડાની સાચી મજા માત્ર ચરમસીમાએ પહોંચવું નથી પણ કામક્રીડાની દરેક પળનો ભરપૂર આનંદ લેવો જોઈએ. ફોરપ્લે તેનો મહત્ત્વનો ભાગ છે. સરવેમાં શામેલ મહિલાઓએ સ્વીકાર્યું હતું કે ફોરપ્લે દરમિયાન પુરુષો ક્રિએટીવ હોવા જોઈએ. તેમણે અલગ અલગ અંદાજમાં કરવામાં આવતું ફોરપ્લે હંમેશાં ખૂબ પસંદ આવે છે.

3. આનંદ અને સંતુષ્ટિમાં ફર્ક છે:

કિન્સ્લે ઇન્સ્ટીટયૂટની શોધમાં એ જાણવા મળ્યું કે પુરુષોની સાથે સાથે મહિલાઓએ પણ એ માન્યું છે કે તેમને કોન્ડમ વિના સેક્સ કરવું ખૂબ ગમે છે. પણ મહિલાઓએ એ પણ સ્વીકાર્યું કે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ તેમને 'પ્રોટેક્શન'ની લાગણીનો અનુભવ કરાવે છે. ઉપરાંત કોન્ડોમ યૌન સંબંધિત રોગોથી પણ બચાવનો કારગર ઉપાય છે. તેથી તેમણે સ્વીકાર્યું હતું કે ભલે તેમને કોન્ડોમ વિના સેક્સ પસંદ પડે છે પણ કોન્ડમના ઉપયોગથી પ્રોટેક્શનની લાગણીના કારણે સેક્સમાં આનંદની અનુભૂતિ થાય છે.

4. ધીરે ધીરે આરામથી:

બધી મહિલાઓ એ ઇચ્છે છે કે તેમના કોમલ અને સંવેદનશીલ અંગોને વધુ તકલીફ ન આપવામાં આવે. તે ઇચ્છે છે કે પુરુષ તેમના સેન્સિટિવ અંગો સાથે સંવેદનશીલ રીતે જ વર્તે અને ધીરે ધીરે સેક્સનો પૂર્ણ આનંદ લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp