દુનિયામાં જાપાન-સિંગાપોરના પાસપોર્ટ છે સૌથી તાકાતવર, જાણો લિસ્ટમાં ક્યાં છે ભારત

PC: indiafilings.com

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2019ના હાલના રેન્કિંગમાં બે એશિયન દેશો જાપાન અને સિંગાપોરે સંયુક્તરૂપે પહેલું સ્થાન મેળવ્યું છે. ભારત આ યાદીમાં 86માં સ્થાન પર છે. આ રેન્કિંગ દેશોના પાસપોર્ટની તાકાત પર નિર્ભર કરે છે. જે દેશના પાસપોર્ટ દ્વારા વિઝા વિના કે પછી વિઝા ઓન અરાઈવલ સૌથી વધુ દેશોમાં આવવા-જવાની છૂટ હોય છે, તે સૌથી વધુ તાકાતવર પાસપોર્ટ મનાય છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર, દુનિયાભરમાં સૌથી તાકાતવર પાસપોર્ટ જાપાનનો માનવામાં આવ્યો છે. આ લિસ્ટમાં તે નંબર વન પર છે. કોઈપણ જાપાની નાગરિક પોતાના પાસપોર્ટ પર દુનિયામાં સૌથી વધુ જગ્યાઓ પર વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે. તે આશરે ભારત, ચીન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ સહિત દુનિયાના આશરે 190 દેશોમાં વિઝા વિના જઈ શકે છે. તેમજ જાપાની નાગરિકોએ આફ્રિકાના કેટલાક દેશો, પાકિસ્તન, રશિયા, ભૂટાન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં જવા માટે વિઝા લેવા પડે છે. આ લિસ્ટમાં દુનિયાના ટોપ 50 દેશોના તાકાતવર પાસપોર્ટમાં પણ ભારત નથી આવતું. ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ પણ આ લિસ્ટમાં ઘણા પાછળ છે.

રેન્કિંગ અનુસાર, જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ 189 દેશોમાં જવાની અનુમતિ આપે છે. ભારતના પાસપોર્ટથી 58 દેશોમાં વિઝા વિના આવવા-જવાની અનુમતિ છે. પાડોશી પાકિસ્તાન આ લિસ્ટમાં ખૂબ જ પાછળ છે. તેનું રેન્કિંગ 106 છે અને તેના પાસપોર્ટથી 30 દેશોમાં જ વિઝા વિના ફ્રીમાં જઈ શકાય છે. 199 દેશોના આ પાસપોર્ટ રેન્કિંગમાં સૌથી નીચે અફઘાનિસ્તાન છે.

આ છે ટોપ 10 દેશ

  • જાપાન
  • સિંગાપોર
  • ફાન્સ, જર્મની અને સાઉથ કોરિયા
  • ડેનમાર્ક, ફિનલેન્ડ, ઈટલી, સ્પેન અને સ્વીડન
  • ઓસ્ટ્રેલિયા, લગ્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, બ્રિટન અને અમેરિકા
  • બેલ્ઝિયમ, કેનેડા, આયરલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ
  • ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, માલ્ટા
  • ચેક રિપબ્લિક, ન્યુઝીલેન્ડ
  • 9 આઈસલેન્ડ
  • હંગરી, મલેશિયા અને સ્લોવેનિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp