નાજૂક કાનની સારસંભાળ રાખશો આવી રીતે તો બહેરાપણું રહેશે દૂર

PC: fotki.yandex.ru

ઘણીવાર લોકોને કાનમા પીડા થતી હોય છે જેને અવગણીને નજર અંદાજ કરી દે છે. જોકે કાનમાં થઇ રહેલી પીડા સામાન્ય અને ગંભીર પણ હોઇ શકે છે. ઘણી વખત કાનમાં થઈ રહેલ દુખાવો અંદરના સોજા તેમજ ઈફેક્શન પણ તેનુ કારણ હોય છે. કાનના મધ્યવર્તી ભાગમાં થનારા સંક્રમણને ઓટાઈટિસ મીડિયા કહે છે. પડદામાં ખંજવાળનુ કારણ પણ પીડા હોય શકે છે. આવો જાણીએ આ પીડાથી કઇ રીતે છૂટકારો મેળવી શકાય છે.

કાનમાં પીડાનું કારણ

કાનમાં કોઇ ઇજાથી પીડા થવી
કાનના પડદામાં મેલ, ઝીણી ફોલ્લીઓ દુખાવો કરી શકે છે
કાનના અંદર કોઇ જંતુ અથવા કોઇ વસ્તુ જતી રહેવાથી દુખાવો 

કાનમાં સમસ્યાનું કારણ

ભારીપણું અથવા હવા જેવો ભારી અનુભવ થવો.
અવાજ ધીમો અથવા ન સંભળાવવું
ચક્કર આવવી અથવા કાનમાં બદલાવ અનુભવ થવો.
કાન લાલ થવો અથવા સોજો આવવો

આ ટિપ્સને અપનાવી તમે ન ફક્ત તેના લક્ષણો જાણી શકો છો પરંતુ કાનની પીડાથી પણ છુટકારો મેળવી શકો છો

ચ્યૂઈંગમ ખાઓ

જ્યારે પણ તમારા કાનમા પીડા થાય તો થોડી મીઠી અથવા ચ્યૂઈંગમ ખાઓ. જેથી તમારા કાનની પીડામા રાહત મળશે.

પાણી પીઓ

તમારા કાનમાં પીડા થઇ રહી છે તો તુરંત પાણી પીઓ. જેથી યૂસ્ટેકિયન ટ્યૂબ યોગ્ય રહેશે અને દર્દ ઓછું થશે.

પ્લેન લેન્ડિગ દરમિયાન ઉંઘો

જો તમને પણ કાનમાં સમસ્યા છે તો તમે પ્લેન લેન્ડિગ દરમિયાન ન ઉંઘો. જેની સાથે પોતાના કાનને કોટન રાખી બંધ રાખો.

પેન કિલર ન લો

જો તમને કાનમાં પીડા થઇ રહી છે તો કોઇ પણ પેન કિલર ન લો. વધુ પીડા થવા પર ફટાફટ ડોક્ટકની સલાહ લો.

સ્નાન બાદ કાન સાફ કરો

સ્નાન કર્યા બાદ કાનને બરાબર કપડાથી લુછવા જોઇએ. કાનના અંદર પાણી રહેવા પર ઈફેક્શન થવાનો ખતરો રહે છે.

ગળુ ખરાબ થવા પર કરો કોગળા

ગળુ ખરાબ થવા પર હળવા ગરમ પાણીથી કોગળા જરૂર કરો કારણ કે ગળુ ખરાબ થવાના કારણે પણ કાનમાં પીડા થઇ શકે છે. જેથી તમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પીન કાનમાં ન નાખો

કાનનો મેલ કાઢવા અથવા કઇ ફસાય જવા પર તેને નીકાળવા માટે માચીસની સળી અથવા પીનનો ઉપયોગ ન કરે. જેથી તમને નુકસાન પહોચી શકે છે. જોકે હંમેશા ઈયર બડ ઉપયોગ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp