ગુજરાત ભાજપના 4 MLAનું ધારાસભ્યપદેથી રાજીનામું, હવે યોજાશે પેટાચૂંટણી

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યપદેથી આજે ભારતીય જનતા પાર્ટીના 4 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. 8-થરાદ વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય પરબત પટેલ, 20-ખેરાલુ વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, 50-અમરાઇવાડી વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ અને 122-લુણાવાડા વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ એમ મળી કુલ ચાર ધારાસભ્યો સંસદ સભ્ય તરીકે ચૂંટાતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્ય પદેથી રાજીનામું સુપ્રત કર્યું હતું.

એટલે હવે ભાજપની ગુજરાત વિધાનસભામાં ફરીથી 99 સીટ થઇ ગઈ છે. ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો હતો અને વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 પર પહોંચી ગયું હતું, પરંતુ હવે આ 4 ધારાસભ્યના રાજીનામાથી ફરી 99 પર ભાજપ આવી ગઈ છે અને આ ચારે ચાર સીટ પર પેટાચૂંટણી યોજાશે.

આ ચાર ધારાસભ્યની વાત કરીએ તો તેમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ પૂર્વ અને પંચમહાલના ધારાસભ્યનો સમાવેશ થાય છે, જેઓ ભાજપની ટિકિટ પર લોકસભા લડ્યા હતા અને જીત્યા હતા.

બનાસકાંઠામાં ભાજપે પરબત પટેલને ટિકિટ આપી હતી, જેઓ બનાસકાંઠાની થરાડ વિધાનસભાથી ધારાસભ્ય છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર પારથી ભાટોલને 368296 મતથી હરાવ્યા હતા.

બીજા ધારાસભ્યની વાત કરવામાં આવે તો પાટણમાં ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી હતી, જેઓ ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય છે. તેમણે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 193879 મતથી હરાવ્યા હતા.

ત્રીજી સીટ અમદાવાદ પૂર્વ છે, જ્યાં ભાજપે હસમુખ પટેલને ટિકિટ આપી હતી, જેઓ અમરાઇવાડી વિધાનસભાથી ધારાસભ્ય છે. તેમણે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલને 434330થી હરાવ્યા હતા.

ચોથી સીટની વાત કરીએ તો ભાજપે પંચમહાલ લોકસભા બેઠક પર રતનસિંહ રાઠોડને ટિકિટ આપી હતી, જેઓ લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય છે. તેમણે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર વેચાટ ખાંટને 428541 મતથી હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp