ચોકીદાર ચોર હે પછી તમે મને હવે ગધેડો અને કૂતરો પણ કહેશો...

PC: khabarchhe.com

રાહુલ ગાંધીના વાક્ય- ચોકીદાર ચોર હૈનો જવાબ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ -મૈં ભી ચોકીદાર કેમ્પેઇન શરૂ કરાવ્યું. તેને ખાસ્સો પ્રતિસાદ મળી રહ્યો છે. એક રીતે-ચોકીદાર ચોર હૈ, ની ધાર બુઠ્ઠી થઇ રહી હોય તેવું લાગે છે. ખાસ કરીને ટ્વિટર પર રાહુલ ગાંધી અને અરવિન્દ કેજરીવાલને જુદા જુદા જવાબો મળી રહ્યા છે. 

ટ્વિટર પર ઉત્કર્ષ પટેલ લખે છે કે શ્રી માન મેં બીજેપી ઇન્ડિયા કા છોટા કાર્યકર્તા હું ઔર ભારત દેશ કા એક નાગરિક, આપને હમારે દેશ કે પીએમ કો ચાયવાલા, ચોકીદાર ઔર ન જાને ક્યા કયા કહા. મેં આપસે આજ કહના ચાહતા હું કિ આપ મુઝે એક નાગરિક કો અબ ભાજપના કા વફાદાર કુત્તા ઔર ગધા કહ દેં તો શાંતિ મિલ જાયેગી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસ અને બીજી પાર્ટીઓના નેતાઓએ કૂતરાથી લઇને ગધેડા સુધીના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એવું વિધાન કર્યું હતું કે ભાજપ અને આરએસસમાંથી એક કૂતરાએ પણ આઝાદીની લડાઇમાં બલિદાન આપ્યું ન હતું. તેની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો જવાબ આપ્યો હતો કે અમે કૂતરાઓની પરંપરામાં મોટા થયા નથી.

ગધેડા અંગેની નિવેદન યુપીના તત્કાલીન મુખ્યપ્રધાન અખિલેશ યાદવે કર્યું હતું. તેમણે ચૂંટણી વખતે ગુજરાત કે ગધે જેવો શબ્દ પ્રયોજ્યો હતો. તેના જવાબ તરીકે પીએમ મોદીએ કહ્યું હતું કે આ દેશના લોકો મારા માલિક છે. હું ગધેડાથી પ્રેરણા લઊં છું. કારણ કે હું દેશ માટે દિવસ રાત મહેનત કરૂં છું. ગધેડા તેમના માલિક પ્રત્યે વફાદાર પણ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp