રાહુલ ગાંધીના ભાષણ સમયે CM અમરિન્દર સિંહ સહિત કોંગ્રેસના નેતાઓ ઉંઘતા ઝડપાયા

PC: youtube.com

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પંજાબના બરગાડીમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકારને અત્યાર સુધી સૌથી ખરાબ સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું કે GST અને નોટબંધીએ દેશના હાલ ખરાબ કરી નાખ્યાં છે. આજે બધાં જ વર્ગના લોકો પરેશાન છે.

એક તરફ ભીષણ ગરમીમાં રાહુલ ગાંધી લોકોને સંબોધિત કરી રહ્યાં હતા તો બીજી તરફ મંચ પર ઉપસ્થિત અન્ય કોંગ્રેસી નેતાઓની આંખો લાગી ગઇ હતી. મહત્ત્વની વાત એ છે કે આ નેતાઓમાં મુખ્યમંત્રી અમરિન્દર સિંહનો પણ સમાવેશ થાય છે. એક તરફ રાહુલ ગાંધી પોતાના ભાષણથી પ્રજાને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા તો બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અને પંજાબ કોંગ્રેસના અન્ય બે મોટા નેતાઓની આંખ લાગી ગઇ હતી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા પરંતુ નેતાઓની સાથે સાથે ત્યાં ઉપસ્થિત પ્રજા પણ જાણે કંટાળી ગઇ હોય તેમ પોતાની આંખો બંધ કરીને જાણે વિચારી રહી હતી કે ક્યારે રાહુલ ગાંધીનું ભાષણ પૂરૂં થાય અને તેઓ ત્યાંથી નીકળી શકે. રેલી બપોરના સમયે હોવાથી નેતાઓને સુસ્તી ચઢે તેમાં જાણે કોઇ નવાઇ નથી પરંતુ નેતાઓની સાથે સાથે રાહુલ ગાંધીને સાંભળવા આવેલી પ્રજા પણ ઉંધવા લાગી હતી.

સોશિયલ મીડિયા પર લોકો અમરિન્દર સિંહ અને કોંગ્રેસના નેતાઓની આ વાયરલ થયેલા ફોટો પર ઘણો કટાક્ષ પણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp