રાહુલે રાજીનામું આપવાની રજૂઆત કરી, પણ મનમોહન સિંહે કહ્યું...

PC: twitter.com/INCIndia

લોકસભા ચૂંટણીમાં ધાર્યા કરતા ઉલટું પરિણામ આવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી રહી છે, જો કે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક ચાલી રહી છે. રાહુલે રાજીનામાની રજૂઆત કરી છે. રાહુલને સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ મનાવવાની કોશિશ કરી રહ્યા છે.

મનમોહન સિંહે કહ્યું હતું કે, હાર-જીત તો ચાલતી રહે છે, રાજીનામું આપવાની જરૂરિયાત નથી. પરંતુ રિપોર્ટ મુજબ રાહુલ ગાંધી હજુ પણ પોતાનું રાજીનામું આપવા માટે અડગ છે, હાલમાં મંથન ચાલી રહ્યું છે.

આ બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પણ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp