હાર્દિકે જણાવ્યું કારણ કેમ જોડાયો છે કોંગ્રેસમાં

PC: twitter.com/hardikpatel_

હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન છોડીને કોંગ્રેસમાં જોડાયો છે, ત્યારે તેની સામે અનેક વાદવિવાદ ઉભા થયા છે, કેટલાક લોકો હાર્દિકને લોકો સમર્થન આપી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ હાર્દિકનો વિરોધ થઈ રહ્યો છે. જો કે, આ ઉપરાંત કેટલીક અટકો પણ એવી વહેતી થઈ છે કે, જામનગરની લોકસભાની ચૂંટણી લડવાની શરત રાખીને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે.

આ બાબતે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સામે મારી રજૂઆત જામનગર લોકસભા માટેની કરેલી છે, આ બાબતે કોંગ્રેસ જે નિર્ણય લેશે તેમ હું કામ કરીશ. બે દિવસથી વાત ચાલી રહી છે કે, કોઈ બીજા કામ માટે અથવા તો સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ મને જે કંઈ પણ જવાબદારી આવશે તેને હું સ્વીકારીશ કારણ કે, હું હજી 25 વર્ષનો છું જેથી મારી પાસે હજી લાંબુ ભવિષ્ય છે અને હું એવું ઈચ્છું છું કે હું ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નોને સમજું અને ભવિષ્યમાં જ્યારે પણ કોંગ્રેસ પાર્ટીની સરકાર બને ત્યારે અમે લોકોના આ પ્રશ્નોનું સમાધાન કરી શકીએ.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું 12 તારીખે કોંગ્રેસમાં જોડાયો છું ત્યારે પણ મેં નક્કી કર્યું હતું કે હું ખૂબ જ ગંભીરતા સાથે કોંગ્રેસમાં જોડાયો છું અને જે સારા લોકો હશે તેને હું પાર્ટીમાં આગળ કરવા માટે રજૂઆત કરીશ.  જનતાના કામો કરવા માટે કોઈ એક જ પરિવારથી નેતાઓ આવે એવું શક્ય નથી. કારણ કે, ગામડાઓમાંથી પણ લોકોનો અવાજ ઉઠાવનારા ઓ પણ આવવા જોઈએ. જેના કારણે લોકોનું હિત જળવાય રહે એટલે જ જે પણ સારા લોકો હશે. તેની રજૂઆત હું પાર્ટીમાં જરૂરથી કરીશ.

હાર્દિક પટેલના થઇ રહેલા વિરોધ બાબતે તેને જણાવ્યું હતું કે, હરકોઈ લોકોને વિરોધ કરવાનો અધિકાર છે અમે જ્યારે સત્તાનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે લોકોને પણ મારો વિરોધ કરવાનો અધિકાર છે. પૂજ્ય મોરારીબાપુએ એક વાત કહી હતી કે, જેનો વિરોધ થાય તેને ભવિષ્યમાં આગળ વધવાના ચાન્સ વધારે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp