BJP પાસે મુખ્યાલય બનાવવા માટે 700 કરોડ ક્યાંથી આવ્યાં?: CM કમલનાથનો સવાલ  

PC: indianexpress.com

લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. નેતાઓ પોતાની રેલીમાં વિરોધીઓ પર નિશાન તાકવાનો એક પણ મોકો જવા નથી દઇ રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહી છે. CM  કમલનાથે PM મોદી પર સામો વાર કરતા કહ્યું હતું કે વડાપ્રધાન બતાવે કે 700 કરોડમાં તૈયાર થયેલા BJP ના મુખ્યાલય માટે આટલા પૈસા ક્યાંથી આવ્યાં.

મધ્ય પ્રદેશના CM કમલનાથ કહ્યું કે, PM મોદી પહેલા દેશને એક બતાવે કે વિમાન માટે થનારા ખર્ચના પૈસા કોણ આપે છે. તેમણે એ બતાવવું જોઇએ કે 700 કરોડના ખર્ચે તૈયાર થયેલા BJP ના મુખ્યાલય માટે પૈસા ક્યાંથી આવ્યાં હતા. આ બધા સવાલોના જવાબ આપ્યાં બાદ જ તેઓ મને સવાલ કરે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશમાં આવકવેરા વિભાગના દરોડાઓનો ઉલ્લેખ કરતા કમલનાથ પર નિશાન સાધ્યું હતું. શુક્રવારે જબલપુરમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, મધ્ય પ્રદેશ સરકાર સરકાર બનવના છ મહિનાની અંદર તુઘલક રોડ કૌભાંડ કરી નાંખ્યું છે જે પૈસાથી નામદાર પોતાનો પ્રચાર કરી રહ્યાં છે.

PM મોદીએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં નોટો ભરેલી થેલીઓ મળી આવી, બોક્સ મળી આવ્યાં અને આ બધું કોંગ્રેસે જમાત પાસેથી મળી રહ્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp