26th January selfie contest

રાહુલ ગાંધીનો જીત બાદ વાયનડમાં રોડ શો, જુઓ કેટલા લોકો આવ્યા

PC: twitter.com/RGWayanadOffice

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના અમેઠીથી ભલે રાહુલને લોકોએ ન ચૂંટ્યા હોય, પરંતુ કેરળની વાયાનડ સીટ પરથી લોકોએ રાહુલ ગાંધીને જબરદસ્ત જીત અપાવી હતી, જે અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે રાહુલ ગાંધી કેરળની મુલાકાતે ગયા છે.

રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રાહુલના સમર્થકો જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ આજે કેરળના મલપ્પુરમ જિલ્લાના કલિકાવુમાં રોડ શો કર્યો હતો. આજથી તેઓ 9 તારીખ સુધી કેરળમાં રહેશે અને કાર્યકર્તાઓ અને પાર્ટીના નેતાઓને મળશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp