કોંગ્રેસ લોકસભા 2024માં રાહુલ ગાંધીને ચૂંટણી લડવા કેટલા રૂપિયા આપેલા?
કોંગ્રેસ પાર્ટીએ ભારતીય ચૂંટણી પંચને માહિતી આપી છે કે લોકસભા 2024માં પાર્ટીએ તેમના ઉમેદવારોને કેટલાં રૂપિયાનું ફંડ ફાળવ્યુ હતુ. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે એક ઉમેદવારને રાહુલ ગાંધી કરતા પણ વધારે ફંડ આપાવામાં આવ્યું હતું, છતા આ ઉમેદવાર હારી ગયા હતા.
કોંગ્રેસ ચૂંટણી પંચને કહ્યું છે કે રાહુલ ગાંધીને વાયનાડ બેઠક અને રાયબરેલી બેઠક માટે બેઠક દીઠ 70 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું. મતલબ કે રાહુલને કુલ 1.40 કરોડ રૂપિયા ચૂંટણી લડવા માટે મળ્યા હતા.
પરંતુ હિમાચલ પ્રદેશમાં મંડી બેઠક પર ભાજપની કંગના રનૌત સામે ચૂંટણી લડેલા વિક્રમાદિત્ય સિંહને કોંગ્રેસે 87 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેઓ કંગના સામે હારી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp