2020 કોરોનામાં બરબાદ, 2021 નવી આશાનો સંચાર- વિશ્વ કેવી રીતે બદલાઇ રહ્યું

PC: kathmandupost.com

કુદરતનો નિયમ છેજેનો જન્મએનો અંત નિશ્ચિત છે.” પૃથ્વી પર જે આવે છે તે જાય છેકોઇ અમર નથીકોરોના વાયરસ પણ અસહ્ય પીડા આપ્યાં પછી ચોક્કસ વિદાય લેશેઆજે જ્યારે વિશ્વના દેશોએ કોરોના સામે લડવા માટે રસીકરણ શરૂ કર્યું છે ત્યારે તેના પરિણામો 2021ના વર્ષ દરમ્યાન જોવા મળશે.

આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે અગાઉ પણ વિશ્વના દેશોમાં અનેક વાયરસ અને ટીબી જેવા જટીલ રોગ આવી ગયા પરંતુ બઘાંનું સોલ્યુશન શોધાયું છેકોરોના વાયરસ  ઘાતક વધારે છે પરંતુ તેની દવા પણ શોધાઇ રહી છેઆપણે માત્ર  ખરાબ સમય પસાર કરવાનો છેભારતમાં એક કરોડથી વધુ લોકો સંક્રમિત થયાં છે પરંતુ મોટાભાગના દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે.

તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણે આપણને જીંદગી બદલતાં શિખવ્યું છેજે લોકો હાથ સાફ કરતાં  હતા તેઓ નિયમિત હાથ સાફ કરતાં થયાં છેચોંકાવનારી બાબત તો એવી સામે આવી છે કે સંક્રમણના સમયમાં કોરોનાએ વેપારીઓના ધંધા-રોજગાર બદલાવી નાંખ્યાં છેભારત સહિત વિશ્વના વિકાસશીલ દેશોએ કોરોના સામે લડતી વેક્સિન શોધવાનું શરૂ કર્યું છેઆજે નહીં તો કાલે વેક્સિન માનવ શરીરમાં અસર કરશે એટલે કોરોનાની વિદાય નિશ્ચિત છે.

વિશ્વની ફાર્મા કંપનીઓએ સ્પર્ધા શરૂ કરી છે એટલે ઝડપથી વેક્સિન શોધાઇ રહી છે અને માનવી પરના સફળ ટ્રાયલ પછી બજારમાં પણ મૂકવામાં આવી છેકોરોનાની ખરાબ અસર બાળકોના શિક્ષણ પર થઇ છેતેમનું આખું વર્ષ બગડ્યું છેસરકાર અને લોકોના બજેટ ખોરવાયાં છે45 ટકા મધ્યમ વર્ગ આર્થિક રીતે પિડાઇ રહ્યો છે.

 અધિકારીએ કહ્યું હતું કે એટલું  નહીંધનિકોની આવકમાં ચોંકાવનારો ઘટાડો થયો છેએક અંદાજ પ્રમાણે ગુજરાતમાં પાંચ લાખથી વધુ લોકોએ તેમના રોજગાર ગુમાવ્યા છે.25 હજારથી વધુ વ્યવસાય બંધ થયાં છે મહામારીની આડઅસરની પીડા ખરેખર હવે શરૂ થવાની છે જે આપણને ઓછામાં ઓછાં ચાર વર્ષ પાછળ ધકેલી દેશે2020નું વર્ષ તો બરબાદ થઇ ચૂક્યું છે જેની અસર 2021માં આપણને દેખાઇ શકે છે

આમ, એક તરફ 2020 જ્યાં દુખ લઇને આવ્યું ત્યાં નવી આશાઓ સાથે 2021 શરૂ થશે. સુખ અને દુખ તો સાથે આવતા-જતા હોય છે. બસ આપણે બન્નેને અનુભવીને આગળ વધતા રહેતા હોવાનું હોય છે. તેનું જ નામ જિંદગી છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp