26th January selfie contest

2020ના અમુક શબ્દો જે આપણને પહેલી વખત સાંભળવા મળ્યા

PC: lintondrama.com

2020નું વર્ષ પૂરું થવામાં બસ થોડાક જ દિવસો બાકી છે. આખું વર્ષ દરેક જણનું મોટેભાગે કોરોના મહામારીને લીધે ઘરમાં જ વીત્યું છે. માર્ચ મહિનાથી જાણે આપણી લાઈફ એકદમ જ બદલાઈ ગઈ છે. ભય અને ખતરાની વચ્ચે પણ લાઈફના આ નવા નોર્મલ સાથે સૌ કોઈ તાલમેળ બેસાડી રહ્યા છે. આ સમય દરમિયાન આપણે ઘણા નવા શબ્દો પણ સાંભળ્યા છે. તો ચાલો જોઈ લઈએ એવા જ કેટલાંક નવા શબ્દો જે 2020ની આપણી ડાયરીમાં ઉમેરાયા છે.

2020

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સૌથી પહેલા તો અંગ્રેજીમાં 2020 નામ ચર્ચામાં ઘણું છવાયેલું જોવા મળ્યું હતું. અંગ્રેજીમાં આ એક વિશેષણ છે. મરિયમ-વેબસ્ટર શબ્દકોષ પ્રમાણે તેનો અર્થ સુવિધાથી સચોટ વિવચેન, નિર્ણય અથવા મૂલ્યાંકન વગેરે થાય છે. આ શબ્દને નેટિંજસે ઘણો ઉપયોગ કરીને આખી દુનિયામાં ચર્ચામાં રાખ્યો હતો.

નોવેલ કોરોના વાયરસ

પછી ફેબ્રુઆરીના અંત થવાની સાથે જ ભારતમાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો હતો. કોરોના નામની આ બીમારી અંગ્રેજીમાં કોરોનાવાયરસ સાથે લખીને સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. આ બીમારીના બચવ માટે પણ લોકોએ સૌથી વધુ સર્ચ કર્યું હતું.

લોકડાઉન

માર્ચ મહિનાના અંત આવતા આવતા ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં લોકડાઉન શબ્દ છવાઈ ગયો હતો. આ તે સમય હતો જ્યારે આપણે આપણા ઘરમાં જ કેદ થઈને પોતાની જીવન જરૂરિયાતના સામાન સાથે ઘરોમાં જ જીવી રહ્યા હતા. શાળા-કોલેજો, રેલવે સ્ટેશન, મોલ-પરિવહન બધુ જ બંધ હતું. જાણે સૌ કોઈની લાઈફ એક જગ્યાએ અટકી ગઈ હતી. લોકડાઉનને કોલિંસ ડિક્સનરીએ 2020ના શબ્દ તરીકે જાહેર કર્યો છે.

પેન્ડેમિક

ડિક્શનરી ડોટ કોમે આ શબ્દ પેનડેમિકને 2020ના શબ્દ તરીકે જાહેર કર્યો છે. આખી દુનિયામાં કહેર વરસાવનાર કોરોના વાયરસ સંક્રમણને WHOએ પેનડેમિક એટલે કે મહામારી જાહેર કરી હતી. સીનિયર રિસર્ચ એડિટર જોન કેલીના કહેવા પ્રમાણે 11 માર્ચના ઈન્ટરનેટ પર આ શબ્દનું સર્ચ 13,500 ટકાથી વધુ વખત વધી ગયું હતું અને દરેક મહિને તેની શોધ હજાર ઘણી વધતી ગઈ હતી.

કોવિડ-19

આ વર્ષે  કોવિડ-19 શબ્દ જ સાંભળવા મળ્યો છે તેવું કહેવામાં કંઈ ખોટું નથી. આ શબ્દને કોરોના વાયરસને લીધે થયેલી બીમારીને કોવિડ-19 નામ આપવામાં આવ્યું છે. આખા સ્પેલિંગમાં કોને મતલબ કોરોના, વીઆઈનો મતલબ વાયરસ અને ડીનો મતલબ ડીસીઝ એટલે કે રોગ. 19નો અર્થ 2019 માટે છે. કોવિડ-19 એક નવી બીમારી છે, જે નોવલ એટલે કે નવા કોરોના વાયરસને કારણે થાય છે.

ક્વોરન્ટાઈન

ભારતમાં ક્વોરન્ટાઈન શબ્દ સામે આવતા જ તેને ઘણો રિસર્ચ કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર તેને લઈને જોક બનાવવામાં આવ્યા હતા. ક્વોરન્ટાઈન શબ્દ મૂળ રીતે લેટિન શબ્દ છે. તેનો હિન્દીમાં અર્થ સમજીએ તો આ એક રીતના વાયરસના પ્રસારને રોકવા માટે ઉપયોગ થનારો શબ્દ છે. આમાં આ રોગના લક્ષણથી ગ્રસ્ત વ્યક્તિને અલગ રહેવા માટે કહેવામાં આવે છે, જેનાથી વાયરસ બીજાને ન લાગે.

ઝોન અને અનલોક

કોરોના મહામારી ફેલાવાની સાથે જ ગ્રીન, યલો અને સૌથી વધુ રેડ ઝોનને સર્ચ કરવામાં આવ્યા છે. સરકારે સંક્રમિત ક્ષેત્રોને આ ઝોનમાં વહેંચ્યા હતા. તેવી જ રીતે અનલોકની પણ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. અનલોક મતલબ કે લોકડાઉના કડક નિયમોમાં છૂટછાટ આપવી. આ સિવાય સેલ્ફ આઈસોલેશન, સોશિયલ ડિસ્ટન્સીંગ જેવા ઘણા નવા શબ્દો સાંભળવા મળ્યા છે,જે હાલમાં આપણી લાઈફનો એક હિસ્સો બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp