26th January selfie contest

2021મા ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલામાં નંબર 1 બની ટીમ ઈન્ડિયા

PC: espncricinfo.com

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે વર્ષ 2021માં ઈન્ટરનેશનલ ક્રિકેટનું સમાપન પણ થઈ ગયું. આ વર્ષ ટેસ્ટ ક્રિકેટની દ્રષ્ટિએ ભારતીય ટીમ માટે ખૂબ જ યાદગાર રહ્યું. ભારતે 2021માં ICC ટેસ્ટ રેન્કિંગમાં સામેલ ટોપ-6માં પાકિસ્તાનને છોડી બાકીની તમામ ચાર ટીમોને હરાવી. કોહલીની ટીમે વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી, ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પર સફળતા મેળવી. પછી વર્ષનો અંત પોતાની ધરતી પર ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યા બાદ સાઉથ આફ્રિકાને તેની જ ધરતી પર હરાવીને કર્યો.

ભારતના આ દમદાર પ્રદર્શનની પાછળ ટીમના બોલર્સે મહત્ત્વની ભૂમિકા નિભાવી. ભારતીય ફાસ્ટ બોલર્સથી લઈને સ્પિનર્સ સુધી તમામે આ વર્ષે કમાલ કર્યો. ટીમ ઈન્ડિયાના બોલર્સે 2021માં 14 ટેસ્ટ મેચોમાં 24.01ની સરેરાશ સાથે કુલ 252 વિકેટ લીધી. આ દરમિયાન ટીમના ખાતામાં 11વાર એક ઈનિંગમાં પાંચ અને એકવાર મેચમાં દસ અથવા તેના કરતા વધુ વિકેટ આવી. ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 6/38નું રહ્યું.

ભારત ઉપરાંત વર્ષ 2021માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલામાં ઈંગ્લેન્ડ 15 મેચોમાં 229 વિકેટની સાથે બીજા નંબર પર રહ્યું. જ્યારે, વેસ્ટઈન્ડિઝ 161 વિકેટ સાથે ત્રીજા અને પાકિસ્તાન 153 વિકેટ સાથે ચોથા નંબર પર રહ્યું. ઈંગ્લેન્ડને હરાવીને એશેઝ પર કબ્જો કરનારી ઓસ્ટ્રેલિયન ટીમ 2021ની 5 મેચોમાં 89 વિકેટ લઈને નવમાં નંબર પર રહી.

2021માં ભારતના 3 ફાસ્ટ બોલર્સે 20 કરતા વધુ વિકેટ પોતાના નામે કરી. યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તમામને પ્રભાવિત કરતા 10 મેચોમાં આશરે 30ની સરેરાશ સાથે કુલ 31 વિકેટ લીધી. મોહમ્મદ શામીએ માત્ર 5 મેચોમાં 23 ખેલાડીઓને આઉટ કરી દીધા. પાર્ટનરશિપ બ્રેકર તરીકે ઓળખાતા લોર્ડ શાર્દુલના ખાતામાં પણ 4 મેચોમાં 16 વિકેટ આવી. ઉમેશ યાદવે પણ 3 ટેસ્ટમાં 8 વિકેટ લીધી. વર્ષ 2021માં ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ભારતનો જ નહીં પરંતુ દુનિયાનો લીડિંગ વિકેટ ટેકર રવિચંદ્રન અશ્વિન રહ્યો. અશ્વિને માત્ર 9 મેચોમાં 16.64ની સરેરાશથી 54 વિકેટ લીધી. તેમજ આ વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કરનારા અક્ષર પટેલે પણ ધૂમ મચાવી અને 5 મેચોમાં 12 કરતા પણ ઓછી સરેરાશથી 36 ખેલાડીઓને પેલેલિયન મોકલ્યા. સર જાડેજાના ખાતામાં પણ 7 મેચોમાં 16 વિકેટ આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp