26th January selfie contest

આ છે વર્ષ 2021ના ટોપ 10 વાયરલ વીડિયો

PC: india.com

વર્ષ 2021 પૂર્ણ થવા આવ્યું છે, એવામાં લોકો અત્યારથી જ નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ, વર્ષ 2022નું સ્વાગત કરતા પહેલા 2021માં શું થયુ તેના પર એક નજર કરી લઈએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થયા. આ વીડિયોઝ દ્વારા પાવરી ગર્લથી લઈને બચપન કા પ્યારવાળો બાળક રાતોરાત સ્ટાર બની ગયા. અહીં આવા જ 10 વાયરલ અને મનોરંજક વીડિયો વિશે વાત કરવામાં આવી છે.

પાવરી હો રહી હૈ

આ લિસ્ટમાં પહેલા નંબર પર પાકિસ્તાનની પાવરી ગર્લ દંનીર મોબીન છે. આ વર્ષ 2021નો સૌથી વધુ વાયરલ થનારો વીડિયો છે. આ વીડિયોના વાયરલ થયા બાદ દંનીર રાતોરાત સ્ટાર બની ગઈ. યૂટ્યૂબ પર આ વીડિયો 70 મિલિયન કરતા વધુવાર જોવાઈ ચુક્યો છે.

બચપન કા પ્યાર 

View this post on Instagram

A post shared by vishnu_singh91 (@only_mod031zzz)

જાને મેરી જાનેમન, બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે... છત્તીસગઢના સહદેવ દિરદો દ્વારા ગાવામાં આવેલું આ ગીત વર્ષ 2021માં એટલું વાયરલ થઈ ગયું કે તે રાતોરાત સ્ટાર બની ગયો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ હોય કે પછી ટીવી ચેનલ, દરેક વ્યક્તિએ સહદેવને સન્માનિત કર્યો, પોતાનો ગેસ્ટ બનાવ્યો. બોલિવુડ સિંગર બાદશાહે તો પોતાની સાથે ગાવાનો પણ ચાન્સ આપ્યો.

શ્વેતા યોર માઈક ઈઝ ઓન

શ્વેતા યોર માઈક ઈઝ ઓન... આ ઝૂમ ઓડિયો કોલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ દરમિયાન ઓનલાઈન ક્લાસમાં એક વિદ્યાર્થીની ઝૂમ કોલ પર પોતાનું માઈક બંધ કરવાનું ભૂલી જાય છે અને તેની પ્રાઈવેટ વાતો રેકોર્ડ થઈ જાય છે.

દારૂની લાઈનમાં ઊભી રહેલી આંટી

આ એપ્રિલમાં દિલ્હીમાં જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી હતી એવામાં દારૂની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. એવામાં એક આંટી પણ દારૂની લાઈનમાં દેખાઈ હતી. આ દરમિયાન આંટીએ કહ્યું હતું કે- કોરોનાથી બચવા માટે દવા નહીં દારૂ બેસ્ટ છે, હું તો દારૂ પીને સાજી થઈ જઈશ.

રેમડેસિવિર કે રેમો ડિસૂઝા 

View this post on Instagram

A post shared by Remo Dsouza (@remodsouza)

વર્ષ 2021માં આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. આ દરમિયાન દેશભરમાં રેમડેસિવિર ઈંજેક્શનની દલાલીને લઈને સમાચાર સામે આવ્યા હતા. એવામાં મીડિયા સાથે વાત કરતી વખતે એક વ્યક્તિ રેમડેસિવિરને રેમો ડિસૂઝા ઈંજેક્શન કહીને સંબોધિત કરે છે. ત્યારબાદ કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાએ આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ પોસ્ટ કર્યો હતો.

ડૉ. કે. કે. અગ્રવાલ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડૉ. કેકે અગ્રવાલનો એક વીડિયો પણ આ વર્ષે ખૂબ જ વાયરલ થયો. તેઓ કોરોના ડ્યૂટી દરમિયાન લાઈવ હતા. આ દરમિયાન તેમની પત્નીનો ફોન આવી જાય છે અને તે તેમના પર ગુસ્સો કરવા માંડે છે. અફસોસ કે 62 વર્ષીય ડૉ. અગ્રવાલનું કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ થઈ ગયુ હતું.

ઝૂમ કોલ પર પતિને કિસ

આ વર્ષે ઝૂમ કોલનો વધુ એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. તેમા એક વ્યક્તિ ઝૂમ કોલ પર લાઈવ દેખાઈ રહી છે, આ દરમિયાન તેની પત્ની તેને કિસ કરવા માંડે છે. આ ઘટના રેકોર્ડ થઈ જાય છે અને જોતજોતામાં વાયરલ થઈ જાય છે.

કેરળના મેડિકલ સ્ટુડન્ટનો ડાન્સ 

View this post on Instagram

A post shared by Naveen K Razak (@naveen_k_razak)

કેરળની એક મેડિકલ કોલેજના બે મેડિકલ સ્ટુડન્ટનો ડાન્સ વીડિયો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોને રીતિક રોશન સહિત ઘણા અન્ય બોલિવુડ સ્ટાર્સે શેર કર્યો હતો.

આફ્રિકી ભાઈ-બહેનની જોડી

આ વર્ષે સોશિયલ મીડિયા પર આફ્રિકી ભાઈ-બહેનના ઘણા વીડિયો વાયરલ થયા. આ વીડિયોઝની ખાસ વાત એ હતી કે તે બંને બોલિવુડ ગીતો રાતાં લમ્બિયાં, તેરી મેરી ગલ્લાં અને ઉઠી મોહબ્બત પર પરફોર્મ કરતા દેખાયા હતા.

PPE કિટમાં ડૉક્ટરોનો ડાન્સ

કોરોના મહામારી દરમિયાન PPE કિટમાં ડૉક્ટરોનો આ ડાન્સ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોએ ડૉક્ટરોનો ઉત્સાહ વધારવાનું કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp