આ છે 2021ની 7 સૌથી ફ્લોપ ફિલ્મો

PC: dailyindia.net

વર્ષ 2021ની ખાટી-મીઠી યાદોને પાછળ છોડીને આપણે થોડાં જ દિવસોમાં નવા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. વાત જો બોલિવુડની કરીએ તો આ વર્ષે ઘણી ફિલ્મો અને વેબ સીરિઝે આપણને હસાવ્યા અને રડાવ્યા. IMDB દ્વારા જાહેર કરવામાં આવેલા એક લિસ્ટમાં વર્ષ 2021ની સૌથી ફ્લોપ મુવીઝના નામ જણાવવામાં આવ્યા છે. IMDBએ આ ફિલ્મોને ખૂબ જ ખરાબ રેટિંગ આપ્યું છે.

રુહી

આ હોરર-કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ, જ્હાન્વી કપૂર અને વરૂણ શર્માએ થોડાં સમય પહેલા આવેલી ફિલ્મ ‘સ્ત્રી’ના સક્સેસ ફોર્મ્યૂલાને કોપી કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ ફિલ્મ દર્શકોને એન્ટરટેઈન કરવામાં નિષ્ફળ રહી. IMDBએ આ ફિલ્મને 4.3 રેટિંગ આપ્યું છે.

ધ ગર્લ ઓન ધ ટ્રેન

પરીણિતિ ચોપરા સ્ટારર આ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન નોવલ પર બનેલી ઈંગ્લિશ ફિલ્મની રીમેક છે. જોકે, આ ફિલ્મ એટલી ના ચાલી જેટલી તેની પાસેથી આશા રાખવામાં આવી હતી. આ ફિલ્મને IMDBએ 4.4 રેટિંગ આપ્યું છે.

સાયના

પરીણિતિ ચોપરા સ્ટારર આ ફિલ્મ ભારતની નંબર વન બેડમિન્ટર પ્લેયર રહી ચુકેલી સાયના નેહવાની બાયોપિક છે. આ ફિલ્મને અમોલ ગુપ્તેએ ડિરેક્ટ કરી છે. સાયનાના જીવન પર એક સારી બાયોપિક બની શકતી હતી, પરંતુ એવુ ના થઈ શક્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. આથી, IMDBએ તેને માત્ર 4.3 રેટિંગ આપ્યું છે.

રાધે

‘રાધે’ ફિલ્મમાં સલમાન ખાન અને દિશા પાટનીની એક્ટિંગ ખૂબ જ ખરાબ રહી. ખરાબ જોક્સ, ખરાબ એક્ટિંગ અને કંટાળાજનક એક્શન સીક્વન્સ મુવીને ખરાબ બનાવે છે. એક વાત સારી છે કે આ ફિલ્મ OTT પર રીલિઝ થઈ હતી, નહીં તો ટિકિટના પૈસા બગડતે. IMDBએ ફિલ્મને 1.8 રેટિંગ આપ્યું છે.

બંટી ઓર બબલી 2

વર્ષ 2005માં આવેલી ‘બંટી ઓર બબલી’ની આ સિક્વલ ફિલ્મમાં સૌથી ખરાબ કામ અભિષેકને સેફ અલી ખાન દ્વારા રિપ્લેસ કરવાનું કર્યું છે. તેમજ તેમા ઓરિજિલન સાઉન્ડટ્રેકની પણ અછત વર્તાઈ. એક્ટર્સે પોતાના રોલને ન્યાય આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો. પરંતુ, દર્શકોને તેની પાસે વધુ આશા હતી. IMDB તરફથી 3.6 રેટિંગ મળ્યું છે.

સરદાર કા ગ્રાન્ડસન

આ ફિલ્મમાં અર્જુન કપૂર, નીના ગુપ્તા, રકુલ પ્રીત, અદિતિ રાવ હૈદરી અને જ્હોન અબ્રાહમ જેવા સ્ટાર્સ હતા. પરંતુ, દર્શકોએ ફિલ્મને પસંદ ના કરી. તેની સ્ટોરી રસપ્રદ છે- જેમા એક પૌત્ર પોતાની દાદીના ઘરને પાકિસ્તાનથી ભારત લાવવોનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ, આ સ્ટોરીને પડદા પર ઉતારવામાં નિષ્ફળ રહ્યા. IMDBએ ફિલ્મને 4.2 રેટિંગ આપ્યું છે.

હંગામા 2

ટેકનિકલી પ્રિયદર્શનની ‘હંગામા 2’ તેની હિટ ફિલ્મ ‘હંગામા’નું ડાયરેક્ટ ફોલો-અપ નથી, પરંતુ આ એક નવી સ્ટોરી દર્શાવે છે. જોકે, ડાયરેક્ટર ફિલ્મને વર્તમાન સેટિંગ્સમાં ઢાળવામાં નિષ્ફળ રહ્યા છે અને કોમેડી મનોરંજનના બદલે ભયાનકરૂપમાં સામે આવે છે. ફિલ્મને IMDB તરફથી 3.1 રેટિંગ મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp