26th January selfie contest

આજે જો શિવસેના સાથે વાત ન જામી તો CM ફડણવીસ ઉઠાવશે આ પગલું

PC: hwnews.in

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના 13 દિવસ બાદ રાજ્યમાં નવી સરકારની રચના અંગે હજી મૂંઝવણ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે જો 8 નવેમ્બર સુધીમાં નિર્ણય લેવામાં નહીં આવે તો સીએમ દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ સહિતના તમામ પ્રધાનો શુક્રવારે સાંજ સુધીમાં તેમના સરકારી વાહનો અને અન્ય સુવિધાઓ પરત આપી દેશે. શુક્રવારે સાંજ સુધી ભાજપ રાહ જોશે. એવી પણ ચર્ચા છે કે શિવસેના અને ભાજપ વચ્ચેની વાતચીત સંપૂર્ણ રીતે બંધ થઈ ગઇ છે, જેના કારણે કોઈ સમાધાન મળ્યું નથી રહ્યું.

આ પહેલા ગુરુવારે મહારાષ્ટ્ર ભાજપના પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. બેઠક બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે લોકોએ ભાજપ-શિવસેના 'મહાયુતિ' ને બહુમતી આપી છે. સરકાર રચવામાં વિલંબ થાય છે, અત્યાર સુધીમાં સરકારની રચના થવી જોઈતી હતી. રાજ્યના કાયદાકીય વિકલ્પો અને રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા અમે રાજ્યપાલને મળ્યા હતા. અમે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીશું અને ભવિષ્યની વ્યૂહરચના નક્કી કરીશું.

માતોશ્રીમાં નવા ચૂંટાયેલા શિવસેનાના ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે પર નિર્ણય છોડી દીધો છે. બેઠક બાદ શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે કહ્યું કે, અમે આગામી બે દિવસ હોટલમાં રોકાઇશું. ઉદ્ધવ ઠાકરે જે કરવાનું કહે છે તે કરીશું.

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે. જયંત પાટિલે કહ્યું કે મુખ્યમંત્રી 25 વર્ષ જુના સાથી શિવસેનાને આપવામાં આવેલ વચન પૂરા કરી શક્યા નથી. જે વ્યક્તિ પોતાના જૂના સાથીને આપેલો વચન પૂરા કરી શક્યા નથી, તે મહારાષ્ટ્રની જનતાને આપેલ વચનને શું પૂરાં કરશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp