26th January selfie contest

જો મહારાષ્ટ્રમાં શનિવાર સુધી સરકાર ન બની તો રાજ્યપાલ પાસે છે આ 4 વિકલ્પ

PC: livehindustan.com

મહારાષ્ટ્રમાં BJP અને શિવસેના વચ્ચે ચાલી રહેલા તનાવને પગલે નવી સરકાર અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે. હાલની વિધાનસભાનો કાર્યકાળ શનિવારે જ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો BJP અને તેના સાથી પક્ષ શિવસેનાએ ત્યાં સુધીમાં તેમના મતભેદોનું સમાધાન નહીં કરે તો શું થશે? આ સ્થિતિમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ બી.એસ. કોશ્યારી કયા વિકલ્પોનો વિચાર કરશે તો જોવાનું રહેશે. બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપે નિર્દેશ કર્યો કે રાજ્યપાલ પાસે ચાર મોટા વિકલ્પો છે.

1. રાજ્યપાલ હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નવા મુખ્યમંત્રી બને ત્યાં સુધી કેરટેકર CM તરીકે સેવા આપવા કહેશે કારણ કે મુખ્યમંત્રીની મુદત વિધાનસભામાં જ સમાપ્ત થાય તે જરૂરી નથી.

2. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિધાનસભાની સૌથી મોટી પાર્ટીના નેતાને CM તરીકે નિયુક્ત કરશે જેમને તેઓ સમજશે કે તેઓ બહુમત સાબિત કરી શકે છે, ભલે ત્યારબાદ તેઓ ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ જાય.

3. રાજ્યપાલ વિધાનસભાને તેમના નેતાને ફ્લોર પર ચૂંટવા માટે કહી શકે છે. જો કોઈ વિવાદ હોય તો બેલેટ પેપર્સનો ઉપયોગ કરી શકાય છે. (1998 માં સુપ્રીમ કોર્ટ ઉત્તર પ્રદેશના નવા CM જગદમ્બિકા પાલ અને તેમના પુરોગામી કલ્યાણ સિંહ વચ્ચે નિર્ણય લેવા યુપી વિધાનસભામાં વોટ કરવા માટે કહ્યું હતું.)

4. જો કોઈ પર્યાપ્ત સંખ્યાબળ સાથે સરકાર બનાવવાનો દાવો નથી કરતું અને પ્રથમ ત્રણ વિકલ્પો નિષ્ફળ જાય, તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના શાસનની ભલામણ કરી શકે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp