મહારાષ્ટ્રમાં ભાજપે આ બાબતે કરી પીછેહઠ

PC: thequint.com

મહારાષ્ટ્રમાં આજે ભારતીય જનતા પાર્ટીએ મોટો નિર્ણય લેતા પોતાના સ્પીકર પદના ઉમેદવારનું નામ પાછું ખેંચી લઇને પીછેહઠ કરી હતી અને મહા વિકાસ અઘાડી સરકાર માટે સ્પીકર પદના સિલેક્શનને સરળ બનાવી દીધું હતું.  કોંગ્રેસના ભંડારાથી ધારાસભ્ય નાના પટોલેની મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષપદે બિનહરિફ ચૂંટાયા છે. આ પહેલા BJPએ હરિફ ઉમેદવાર તરીકે કિસન કથોરેનું નામ જાહેર કર્યું હતું, પરંતુ રવિવારે સવારે નામ પરત લઇ લેવામાં આવતાં નાના પટોલેની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. 

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ તેના સ્પીકર ઉમેદવારનું નામ પરત ખેંચ્યું છે. BJPએ આ પદ માટે કિસાન કથોરેના નામની દરખાસ્ત કરી હતી પરંતુ બાદમાં તે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. સવારે સાડા દસ વાગ્યે નોમિનેશન પાછું ખેંચવાનો સમય હતો. BJPએ કહ્યું કે, અન્ય પક્ષોની વિનંતીને ધ્યાનમાં રાખીને, અધ્યક્ષની ચૂંટણીઓ બિનહરીફ યોજવાનું નક્કી કરાયું છે. આ માટે, તમામ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ શનિવારે કહ્યું હતું કે તે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લેશે અને આ માટે તેણે તેના ધારાસભ્ય કિસન એસ. કથોરેને મહા વિકાસ આઘાડીના નાના પટોલેની સામે ઉતારવાનું નક્કી કર્યું હતું . કિસન કથોરે થાણેથી ચૂંટાયા છે, જ્યારે પટોલે ભંડારાના ધારાસભ્ય છે.
સ્પીકર અંગે મહારાષ્ટ્ર BJP પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે અમારી પાર્ટીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે કિસાન કથોરેને મેદાનમાં ઉતાર્યા હતા.

પરંતુ અમે તેમનું નામ પાછું લેવાનું નક્કી કર્યું છે. બીજી તરફ એનસીપીના નેતા છગન ભુજબલે કહ્યું કે વિપક્ષે અધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉભા કર્યા હતા, પરંતુ કેટલાક ધારાસભ્યોની માગને ધ્યાનમાં રાખીને અને સ્પીકર પદની ગૌરવને ધ્યાનમાં રાખીને તેઓએ તેમનો ઉમેદવાર પાછો ખેંચી લીધો છે. હવે સ્પીકરની વરણી બિનહરીફ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp