26th January selfie contest

ચૂંટણીમાં આઉટસાઇડરનો ટેગ હટાવવા પ્રદેશ BJP અધ્યક્ષે ઉઠાવ્યા આ પગલા

PC: tosshub.com

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ માટે પ્રથમ વિધાનસભાની ચૂંટણી અનેક મોરચે પડકારજનક બની રહી છે. એક તરફ જ્યાં એનસીપી-મનસે અને કોંગ્રેસ ચૂંટણીમાં પહેલીવાર ચંદ્રકાંત પાટીલ સામે એક થયા છે, બીજી તરફ, પાટીલને જે વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી છે, ત્યાં તેમને આઉટસાઇડરના ટેગ સાથે પણ લડવુ પડી રહ્યું છે. આ ચર્ચામાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રકાંત પાટીલે હવે તેમના મિત્રના ઘરે પડાવ નાખ્યો છે.

ફડણવીસ કેબિનેટના શક્તિશાળી મંત્રીઓમાંના એક ચંદ્રકાંત પાટીલ પાસે BJPના પ્રદેશ પ્રમુખની જવાબદારી છે. તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે. આ વખતે ચંદ્રકાંત પાટીલ વિધાનસભાની ચૂંટણીમાં ઉતર્યા છે. પાટીલની આ પહેલી ચૂંટણી છે. ચંદ્રકાંત પાટીલને પુણેની કોથરડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. BJP દ્વારા ચંદ્રકાંત પાટીલને સીટીંગ ધારાસભ્ય મેધા કુલકર્ણીની ટિકિટ કાપીને મેદાનમાં ઉતાર્યા છે.

એવું માનવામાં આવે છે કે મેધા કુલકર્ણીના સમર્થકો પાર્ટીના આ નિર્ણયથી ખુશ નથી. પક્ષના એક વિભાગમાં ચંદ્રકાંત પાટીલની ઉમેદવારી અંગે નારાજગી છે. હવે આ નારાજગી ચંદ્રકાંત પાટીલ બહારના હોવા પર કેન્દ્રિત થઈ ગઈ છે. પૂનાની કોથરડ બેઠક પરથી કોલ્હાપુરના વતની ચંદ્રકાંત પાટીલની ઉમેદવારી અંગે વિરોધના અવાજો પણ થઇ રહ્યા છે. તેથી આ ચર્ચાને બંધ કરવા માટે હવે ચંદ્રકાંત પાટીલે મિત્રના ઘરે રોકાવાનું શરૂ કર્યું છે. ઓફિસ પણ ભાડે લઇ લીધી છે.
ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે બીજી જગ્યાએ જઈને ચૂંટણી લડવી તે નવી વાત નથી. તેમણે કહ્યું કે તેઓ તેમના મિત્રના ઘરે રોકાઈ રહ્યા છે, પરંતુ તેણે કોઈ કરાર પર સહી કરી નથી. ચંદ્રકાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે તેમણે જનતા સાથે વાતચીત કરવા માટે એક ઓફિસ પણ લીધી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp