મહારાષ્ટ્ર સરકાર સર્જન પર રાઉતનું નિવેદન, ભાજપ કોઈ ધમકી કે બીક ન બતાવે

PC: financialexpress.com

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારનું સર્જન કરવા માટે ચાર મોટી પાર્ટીઓ રાજકીય રણમેદાને વ્યૂહરચના ગોઠવી રહી છે. જોકે, આ બધા વચ્ચે જુદા જુદા પક્ષના આવતા નિવેદન પર નજર કરીએ તો અંદરઅંદરના ડખ્ખા ક્યાંક ધુંધવાતા હોવાનું સામે આવ્યું છે. શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધન પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, તેમની પાર્ટીના નેતૃત્વમાં સરકાર રચાશે. મુખ્યમંત્રી શિવસેનાના હશે અને આગામી 25 વર્ષ સુધી મુખ્યમંત્રી શિવસેનાના જ હશે એવું હું ઈચ્છું છું. કોમન મિનિમ પ્રોગ્રામથી સરકાર ચાલશે અને રાજ્યહિતને પ્રાધાન્ય આપવામાં આવશે.

શિવસેના મહારાષ્ટ્રના હીત માટે કાર્ય કરશે. આ સાથે તમામ સાથીઓને સાથે રાખવામાં આવશે જેની સાથે મળીને સરકાર રચવા જઈ રહ્યા છીએ. તેમને સરકાર ચલાવવાનો સારો એવો અનુભવ છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયત્નોને લઈને કામે લાગેલી શિવસેના, NCP અને કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મિનિમમ કાર્યક્રમ શેર કરીને એક યોજના તૈયાર કરી લીધી છે. ગુરુવારે ત્રણેય પક્ષના મોટા નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ ચૂંટણી પછી પ્રથમ વખત ત્રણેય પક્ષના નેતાઓ મીડિયા સામે એક સાથે આવ્યા હતા. જેમાં યોજનાની જાહેરાત કરી હતી. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે, શેર કરેલા આયોજન પર વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે. ત્રણેય પક્ષો આ આયોજન સાથે સહમતી ધરાવે છે. આ પહેલા પણ શિવસેનાના નેતાઓએ કોંગ્રેસ, ભાજપ અને NCP સાથે વાતચીત કરેલી હતી.

ફરીથી કોઈ પ્રકારની ચૂંટણી ન થાય એ માટે આ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. જેને લઈને આગળ વધવામાં આવશે. શરદ પવાર, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ટૂંક જ સમયમાં રાજ્યની પ્રજા માટે કોઈ હીતકારી નિર્ણય લેશે. સંજય રાઉતે શિવસેના તરફથી ભાજપને જણાવ્યું હતું કે, ભાજપ ડરાવવાની કે ધમકાવવાના પ્રયત્નો ન કરે. શિવસેનાને પોતાનો રાજકીય માર્ગ પસંદ કરવા દે. અમે કોઈ પણ ભોગે લડી લેવા તથા મરવા સુધી તૈયાર છીએ. પણ ધમકી કે જબરદસ્તીની રણનીતિને ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે. લોકસભાની ચૂંટણી પૂર્વે સંજય રાઉતે બંધ બારણ ભાજપ સાથે થયેલી બેઠક પર ટિપ્પણી કરી હતી. જેનો આ પહેલા તેણે ઉલ્લેખ કર્યો હતો.

નરેન્દ્ર મોદી કહે છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ રહેશે. જ્યારે શિવસેના દાવા સાથે કહે છે કે, મુખ્યમંત્રી પદે શિવસેનાના કોઈ વ્યક્તિ શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદ સાથે સેનાને 50 ટકા સત્તામાં ભાગીદારીની વાત નક્કી થઈ હતી. પણ શાહે અને ફડનવીસે તે ફગાવી દીધુ. ઠાકરેને ખોટો પાડીને ભાજપ સાથે ગઠબંધન ખતમ કરી દેવાનો આરોપ પણ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp