સામનામાં વર્ષો બાદ PM મોદીની શિવસેનાએ કરી પ્રશંસા, જાણો શું કહ્યું

PC: asianetnews.com

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવામાં આવી છે. શિવસેના, NCP-કોંગ્રેસ ગઠબંધન 'મહારાષ્ટ્ર વિકાસ આગાઢી મોરચા' ના નેતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. લાગે છે કે સત્તામાં આવ્યા બાદ શિવસેનાનો મૂડ બદલાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાના મુખ્ય પેપર 'સામના' માં દરરોજ ભાજપ અને મોદી સરકારની ટીકા થઈ રહી હતી, પરંતુ આજે સામનાના સંપાદકીયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી છે. અખબારમાં લખ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને મોદી ભાઇ ભાઇ છે.

'સામના' એ PM મોદીની પ્રશંસા કરતા લખ્યું છે કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન નથી, પરંતુ નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ભાઈ-ભાઈનો સંબંધ છે. તેથી, વડાપ્રધાન તરીકે મહારાષ્ટ્રના નાના ભાઈને ટેકો આપવાની મોદીની જવાબદારી છે. વડાપ્રધાન માત્ર એક પક્ષના નહીં પણ આખા દેશના છે.

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણમાં જોડાવા આમંત્રણ પણ મોકલ્યું હતું. ઉદ્ધવ ઠાકરે ખુદ PM મોદીને ફોન કર્યો છે. જો કે, PM મોદીએ આવવાની અસમર્થતા વ્યક્ત કરી હતી અને ઉદ્ધવ ઠાકરેને ફોન પર અભિનંદન આપ્યા હતા.

અખબારે વધુમાં લખ્યું છે કે, વડાપ્રધાન મોદીએ નવી સરકાર અને મુખ્યમંત્રી શુભેચ્છાઓ પાઠવી છે. આપણા વડા પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર ઝડપી ગતિએ વિકાસ કરશે. આ માટે, કેન્દ્રની નીતિ સહાયક હોવી જોઈએ. શિવસેનાને ક્યાંક સરકાર પડવાનો ભય હોય એવું લાગે છે. 'સામના' માં લખ્યું છે, મહારાષ્ટ્રના લોકોએ આપેલા નિર્ણયનો દિલ્હીએ આદર કરવો જોઈએ, અને તેની કાળજી લેવી જોઈએ કે, સરકારની સ્થિરતા ખરડાય નહીં. દિલ્હીમાં મહારાષ્ટ્ર ચોથી-પાંચમી લાઇનમાં નહીં, પરંતુ આગળ રહીને જ કામ કરશે, આ પરંપરા રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp