નવેમ્બરમાં સરકારને 25%ના વધારા સાથે GSTથી 1,31,526 કરોડની આવક થઈ

PC: PIB

સરકારે જણાવ્યું કે, નવેમ્બર 2021ના માસ દરમિયાન કુલ એકત્રિત કરવામાં આવેલ GSTની આવક ₹ 1,31,526 કરોડ છે જેમાંથી સીGST ₹ 23,978 કરોડ, એસGST ₹ 31,127 કરોડ, આઇGST ₹ 66,815 કરોડ (સામાનની આયાત પર એકત્ર કરાયેલ ₹ 32,165 સહિત) અને સેસ ₹ 9,606 કરોડ (સામાનની આયાત પર વસૂલાયેલી ₹ 653 કરોડ સહિત) છે.

સરકારે નિયમિત પતાવટ તરીકે સીGSTના ₹ 27,273 કરોડ અને આઇGSTથી એસGSTમાં ₹ 22,655 કરોડની પતાવટ કરી છે. નવેમ્બર 2021ના મહિનામાં નિયમિત પતાવટો બાદ કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીGST માટે ₹ 51251 કરોડ અને એસGST માટે ₹ 53,782 કરોડ છે. કેન્દ્રએ 03.11.2021ના રોજ GST વળતર તરીકે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ₹ 17000 કરોડ પણ છૂટા કર્યા છે.

સતત બીજા મહિને GST સંગ્રહ ₹ 1.30 લાખ કરોડને વટાવી ગયો છે. નવેમ્બર 2021ના મહિના માટેની આવક ગત વર્ષના એ જ મહિના કરતા 25% વધુ અને 2019-20 કરતા 27% વધારે છે. આ માસ દરમિયાન, ગયા વર્ષના એ જ મહિનાના સ્ત્રોતોથી આવક કરતા સામાનોની આયાત પરથી આવક 43% વધારે અને ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)થી આવક કરતા 20% વધારે છે.

GSTના અમલીકરણથી અત્યાર સુધીમાં નવેમ્બર 2021 માટે GSTની આવક બીજી સૌથી વધુ છે, એપ્રિલ 2021 પછી બીજી, એપ્રિલ 2021 વર્ષના અંતની આવક સંબંધી હતી અને ગત માસના સંગ્રહ કરતા વધારે છે જેમાં ત્રિમાસિક ધોરણે ફાઇલ કરવા જરૂરી રિટર્નની અસર પણ સમાવિષ્ટ છે. આ આર્થિક પુન:પ્રાપ્તિના પ્રવાહને એકદમ સુસંગત છે.

ઊંચી GST આવકોનો તાજેતરનો ઝોક એ પાલન સુધારવા માટે ભૂતકાળમાં લેવાયેલાં વિવિધ નીતિ અને વહીવટી પગલાંનું પરિણામ છે. કેન્દ્રીય કર પાલન એજન્સીઓએ રાજ્યોના સમકક્ષની સાથે, GSTએન દ્વારા વિક્સાવાયેલ વિભિન્ન આઇટી ટૂલ્સની મદદથી મોટા કરચોરીના કેસો શોધ્યા છે જેમાં મુખ્ય કેસો બનાવટી બિલોના છે. આ આઇટી ટૂલ્સ શંકાસ્પદ કરદાતાઓને શોધવા રિટર્ન ઇનવોઇસ અને ઈ-વે બિલ ડેટાનો ઉપયોગ કરે છે.

છેલ્લાં એક વર્ષમાં મોટી સંખ્યામાં પહેલ હાથ ધરાઇ છે, જેવી કે સિસ્ટમ ક્ષમતા વધારવી, રિટર્ન ભરવાની છેલ્લી તારીખ બાદ રિટર્ન નહીં ભરનારાનું ધ્યાન ખેંચવું, રિટર્નમાં આપમેળે સંખ્યાઓ ઉમેરાઇ જવી, રિટર્ન નહીં ભરનારાનાં અઈ-વે બિલ્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવવા. આનાથી છેલ્લાં કેટલાંક મહિનાઓથી રિટર્ન ભરવામાં સતત સુધારો થયો છે.

નીચેનો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન GSTની કુલ માસિક આવકમાં ઝોક દર્શાવે છે. આ ટેબલ નવેમ્બર 2020ની સરખામણીએ નવેમ્બર 2021ના મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરાયેલ GSTનાં રાજ્યવાર આંકડા દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp