ગૌતમ અદાણીને એક ઝટકામાં 28 હજાર કરોડ અને એલન મસ્કને 9.3 બિલિયન ડોલરનું નુકસાન

PC: hindustantimes.com

ગયા શુક્રવારે વિશ્વભરના શેર બજારોમાં મોટો કડાકો આવતા અબજોપતિ કોરાબારી ગૌતમ અદાણીને એક ઝાટકામાં 3.50 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જો આ રકમને રૂપિયામાં આંકવામાં આવે તો આ નુકસાન લગભગ 28439 કરોડ બેસે છે. જ્યારે વિશ્વના સૌથી ધની વ્યક્તિ એલન મસ્કે પોતાની કુલ સંપત્તિમાંથી 9.03 બિલિયન ડોલર ગુમાવી દીધા છે. જો ભારતીય રૂપિયામાં તેનો હિસાબ લગાવીએ તો તે લગભગ 73373 કરોડ જેટલા છે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની સૂચિમાં પહેલા સ્થાન પર એલન મસ્ક છે. આટલા મોટા નુકસાન બાદ તેમની સંપત્તિ સૌથી અધિક છે. બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઇન્ડેક્સ અનુસાર, એલન મસ્કની સંપત્તિ હજુ 245 બિલિયન ડોલર છે. જ્યારે ગૌતમ અદાણી 142 બિલિયન ડોલર સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર બનેલા છે.

વિશ્વના શીર્ષ 70 અબજોપતિઓની સંપત્તિમાં કડાકાના કારણે શુક્રવારના રોજ શેર બજારમાં કડાકો જ હતો. એલન મસ્ક, ગૌતમ અદાણી, જેફ બેઝોસ સહિત દરેક સુપર રિચ ટાઇકૂનને વિશ્વભરના બજારોમાં કડાકાના કારણે ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. ઇન્ફ્લેશન પર અંકુશ લગાવવા માટે ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે પોતાની પ્રમુખ વ્યાજ દરમાં સતત ત્રીજી વખત ત્રણ ચતુર્થાંશના વધારા બાદ વૈશ્વિક બજારોમાં કડાકો આવ્યો છે. શુક્રવારના રોજ સેન્સેક્સ 1020 પોઇન્ટના કડાકા સાથે બંધ થુયું હતું.

વિશ્વના સૌથી ધનિ વ્યક્તિ એલન મસ્કને 9.03 બિલિયન ડોલરનું નુકસાન થયું. અબજોપતિ ટાઇકૂન ગૌતમ અદાણીને 3.50 અબજ ડોલરનું નુકસાન થયું અને હવે તેમની સંપત્તિ 142 અબજ ડોલર છે. એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસને 3.72 બિલિયન ડોલર એટલે કે, લગભગ 30227 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે લુઇ વિટોંના સંસ્થાપક બર્નાર્ડ આર્નોલ્ડે પોતાની સંપત્તિમાં 5.75 બિલિયન ડોલરનો કડાકો જોવો પડ્યો.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ લિસ્ટમાં શામેલ એક અન્ય ભારતીય મુકેશ અંબાણીને 1.77 બિલિયન ડોલર્સનું થયું અને તેઓ અમીર લોકોની લિસ્ટમાં નવમાં સ્થાન પર આવી ગયા. IIFL વેલ્થ હારૂન ઇન્ડિયાની 2022ની લિસ્ટ અનુસાર અદાણી સૌથી અમીર ભારતીય બનેલા છે. 11 લાખ કરોડ કરતા વધારે સંપત્તિ સાથે શિર્ષ સ્થાન પર છે અને ત્યાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી છે. હારુન ઇન્ડિયાની સૂચિમાં એ પણ કહેવાયું છે કે, અદાણી 2021થી દરરોજ 1600 કરોડ રૂપિયા કમાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp