દિવાળીમાં વટાવી લેવા રૂ. 2 કરોડની નકલી નોટ છાપી, પકડાઇ ગયા

PC: Khabarchhe.com

સુરત ના પુણાગામ વિસ્તારમાંથી પોલીસે મુંબઇથી આવી રહેલી લકઝરી બસમાં તપાસ કરતા રૂપિયા 2 કરોડની નકલી નોટ સાથે 4ની ધરપકડ કરવામાં આવી હતી. દિવાળીના તહેવારમાં બેંકોમાં 100- 500ની નોટ ભરવા વાળાને 2000ની નોટ પકડાવી દેવાની ગણતરી સાથે 4 ગઠીયા મુંબઇથી સુરત આવ્યા હતા. પણ તે પહેલાં પોલીસે ચારેયને ઝડપી લીધા હતા. આ નકલી નોટ કયાં છપાતી હતી, મુખ્ય સુત્રધાર કોણ છે વગેરે બાબતોની પોલીસ તપાસ કરી રહી છે.

પુણાગામ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મગોબ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે મુંબઇથી સુરત આવી રહેલી એક લકઝરી બસમાં પોલીસે ચેકીંગ કરતા એક થેલામાંથી 2000 રૂપિયાના દરની 9981 નોટ અને 38000 અસલી નોટ સાથે ઝુબેર મુસ્તાક અહેમદ કુરેશી ( રહે., કુર્લા, અંધેરી, મુંબઇ)ચંદ્રભાન મોર્ય ( રહે, સાકીનાકા, મુંબઇ) ઇમરાન ખાલીદ શેખ (સાયન વેસ્ટ, મુંબઇ) અને સલીમ ઇસ્માઇલ શેખ (રહે. સાયન વેસ્ટ, મુંબઇ)ની ધરપકડ કરી હતી.પોલીસે કહ્યું હતું કે ચારેય ગઠીયાઓ સુરતમાં દિવાળીના તહેવારમાં લોકોને 2000ના દરની નકલી નોટ પધરાવી દેવાની ફિરાકમાં હતા.

પુણાગામ પોલીસન પી.આઇ. યુ. એ. ડાભીએ કહ્યું હતું કે ચારેય આરોપીની પુછપરછ કરતા તેમણે કહ્યું હતું કે હાલમાં દિવાળીનો સમય હોય સુરતમાં બેંકો તથા અન્ય જગ્યાઓ પર રોકડની મોટા પાયે લેતી દેતી થતી હોય છે તે વાતને ધ્યાનમાં રાખીને લોકોને યેનકેન પ્રકારે જલ્દી રૂપિયા ભરવા માટે રૂપિયા 500 અને 100ના દરની અસલી નોટ લઇને સામે 2000ના દરની નકલી નોટ પધરાવી દેવાની યોજના હતી. પણ બજારમાં નકલી નોટ ઘુસે તે પહેલાં પોલીસે આરોપીને પકડી પાડયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp