જાણો, ભારતના 5 નાણાંકીય રીતે નબળા રાજ્યો વિશે, બે નામ જોઇને ચોંકી જશો

PC: businessworld.in

ભારતના કયા કયા રાજ્યો એવા છે કે, જેની નાણાંકીય હાલત સારી નથી, તેને લઇને ચર્ચાઓ ચાલતી જ રહે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક આર્ટિકલમાં દેશના પાંચ સૌથી બીમારૂ રાજ્યોના નામોનો ખુલાસો કર્યો છે. તેમાં બિહારનું નામ તો સામેલ છે જ, પંજાબ અને કેરળ જેવા રાજ્યોના નામ ચોંકાવનારા છે. અન્ય બીમારૂ રાજ્યોમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પણ સામેલ છે.

રિઝર્વ બેન્કે શ્રીલંકાની હાલની સ્થિતિ બાદ દરેક રાજ્યોની નાણાંકીય સ્થિતિનું વિસ્તારથી આંકલન કર્યું છે. રિઝર્વ બેન્કે જોયું કે, કોરાના મહામારીના કારણે રાજ્યોની નાણાંકીય સ્થિતિ ઝડપથી બગડવા લાગી છે. તે સિવાય કેસ સબ્સિડી આપવા, ફ્રીમાં વીજળી અને પાણી જેવી સુવિધાઓ આપવા, જૂની પેન્શન યોજનાને લાગૂ કરવા જેવા પગલાંઓના કારણે રાજ્યોની હાલત ખરાબ થઇ છે.

રિઝર્વ બેન્ક અનુસાર, નાણાંકીય વર્ષ 2011-12થી વર્ષ 2019-20 દરમિયાન રાજ્યોની ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ અને જીડીપીની એવરેજ 2.5 ટકા રહી છે. રાજ્યોને તેને ત્રણ ટકા સુધી મેન્ટેઇન રાખવાની હોય છે. વર્ષ 2020માં કોરોના મહામારી બાદ આ સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. સેન્ટ્રલ બેન્કે કહ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ઓરિસ્સાના સારા પ્રદર્શનથી આવનારા વર્ષોમાં એવરેજમાં સુધારો થઇ શકે છે.

રિઝર્વ બેન્કે આર્ટિકલમાં કહ્યું છે કે, વર્ષ 2026-27માં લોન અને જીએસડીપીની એવરેજના મુદ્દે પંજાબ સૌથી ખરાબ સ્થિતિમાં રહી શકે છે. પંજાબની આ એવરેજ 45 ટકા જેટલી ખરાબ રહી શકે છે. એ જ રીતે રાજસ્થાન, કેરળ, પશ્ચિમ બંગાળ માટે આ એવરેજ 35 ટકાની પાર જઇ શકે છે. રિઝર્વ બેન્કે કહ્યું કે, આ રાજ્યોને પોતાની લોનનું સ્તર સ્ટેબલ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ સુધારા લાવવા પડશે. આર્ટિકલ અનુસાર, લોનનો બોજો સૌથી વધુ પંજાબ, રાજસ્થાન, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યો પર છે. રિઝર્વ બેન્કે કહ્યું કે, આ 10 રાજ્યો દેશના દરેક રાજ્યોના કુલ ખર્ચમાં લગભગ અડધી હિસ્સેદારી રાખે છે. 

આર્ટિકલ અનુસાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ જેવા રાજ્ય લગભગ 90 ટકા ખર્ચ રેવન્યુ એકાઉન્ટ પર કરે છે. ગુજરાત, પંજાબ અને છત્તીસગઢ જેવા રાજ્ય રેવન્યુના કુલ ખર્ચનો 10 ટકા હિસ્સો સબસિડી પર ખર્ચ કરે છે. રિઝર્વ બેન્કનું કહેવું છે કે, ફ્રી વીજળી, ફ્રી પાણી, ફ્રી પરિવહન, ખેડૂતોની લોન માફી વગેરે જેવા પગલાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટના ફાયદાને પણ સમાપ્ત કરી દે છે. ફ્રી વીજળી અને પાણી આપવાથી તો પર્યાવરણને પણ નુકસાન થાય છે, સાથે જ ભૂગર્ભજળના સ્તરમાં પણ ઘટાડો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp