અંડરવેર ભરેલી બેગમાં 1 કરોડનું સોનું છૂપાવીને આવતી એર હોસ્ટેસ પકડાઇ

PC: youtube.com

મુંબઇ એરપોર્ટ પર દુબઇથી આવી રહેલી એક એરહોસ્ટેસની રૂપિયા 1 કરોડના સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી.રૂપિયા 60,000 કમાવાના ચકકરમાં બેન પોતાની બેગમાં રાખેલા આંતર વસ્ત્રોમાં 4 કિલો સોનું છુપાવીને લાવતી હતી પણ કસ્ટમની નજરે ચઢી ગઇ.જયારથી સોના પર સરકારે કસ્ટમ ડયુટી વધારી છે ત્યારથી સોનાની દાણચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.મુંબઇ, અમદાવાદ, સુરત એરપપોર્ટ પરથી પણ વિદેશી ગેરકાયદે સોનું લાવનારા ઝડપાયા હતા.

શનિવારે દુબઇથી એક ફલાઇટમાં મુંબઇ એરપોર્ટ પર ઉતરેલી એક એરહોસ્ટેસ પર શંકા જતા કસ્ટમ વિભાગે તેને અટકાવી હતી.એર હોસ્ટેસની બેગ તપાસતા તેમાં મુકેલા આંતરવસ્ત્રોમાં 4 કિલો સોનું મળી આવ્યું હતુ જેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતુ.એર હોસ્ટેસે પુછપરછમાં કહ્યું હતું કે સોનું પહોંચાડવા માટે તેણીને રૂપિયા 60,000 મળવાના હતા.કસ્ટમ અધિકારીઓએ દાણચોરીના કેસમાં એરહોસ્ટેસની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp