આ કંપનીના શેરે બનાવ્યા માલામાલ, માત્ર 15 દિવસમાં આપ્યું 32000% રિટર્ન!

PC: moneycontrol.com

શેરબજારમાં ઘણા લોકો નિવેશ કરે છે. પરંતુ, શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા પહેલા બજારની સારી સમજ હોવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો જાણીતી કંપનીઓના શેર પર જ પૈસા લગાવે છે. પરંતુ, એવુ જરા પણ નથી કે મોટી કંપનીઓ જ નફો કમાઈને આપે છે. ઘણીવાર કેટલીક એવી કંપનીઓ પણ તગડું રિટર્ન આપે છે, જે અંગે ઘણા ઓછાં લોકોને જાણકારી હોય છે. આજે અમે તમને આવી જ એક કંપની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના IPOના માત્ર 15 દિવસમાં શેરે 32000%નું રિટર્ન આપ્યું છે.

અમે વાત કરી રહ્યા છીએ, હોંગકોંગ બેઝ્ડ ફિનટેક કંપની AMTD Digitalની. AMTD Digitalના IPO એ અમેરિકી બજારમાં લિસ્ટેડ થવાના માત્ર 15 દિવસમાં જ અધધ કરી શકાય એટલું 32600 ટકા કરતા પણ વધુ રિટર્ન આપ્યું છે. જોકે, ત્યારપછીના માત્ર બે દિવસમાં જ શેર પોતાના રેકોર્ડ હાઈથી આશરે 96 ટકા જેટલો તૂટી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, AMTD Digital નો શેર 15 જુલાઈએ બજારમાં લિસ્ટ થયો હતો. તેના IPO ની બેઝ પ્રાઈઝ 7.80 ડૉલર પ્રતિ શેર હતી. પરંતુ, બે ઓગસ્ટ આવતા આવતા તો આ શેર 2555.30 ડૉલર પર પહોંચી ગયા. આ પ્રમાણે કંપનીના શેરે માત્ર 15 દિવસોમાં જ 32660 ટકા જેટલું અધધધ કહી શકાય એટલું રિટર્ન આપી દીધુ. જોકે, ત્યારબાદથી આ શેર તૂટવાનો શરૂ થયો, અને બે ઓગસ્ટ આવતા આવતા આ શેરમાં એટલી જ ઝડપથી ઘટાડો પણ જોવા મળ્યો. અત્યારસુધી આ શેર પોતાના હાઈથી આશરે 96 ટકા તૂટીને 1100 ડૉલર પર આવી ગયો છે. ત્રણ ઓગસ્ટે ફરી આ શેરની પ્રાઈઝમાં 30 ટકા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે.

કંપનીએ પોતાના IPO દ્વારા આશરે 12.5 કરોડ ડૉલર ભેગા કર્યા હતા. જોકે, આ શેરમાં જબરદસ્ત ઉછાળો કઈ રીતે આવ્યો એ અંગે કોઈને પણ જાણકારી નથી. પરંતુ, આ કંપની 14મી સૌથી મોટી કંપની બની ગઈ હતી. તેણે આ મામલામાં Walmart, Alibaba, Toyota Motors, Coca-Cola, Bank of America અને Disney જેવી મોટી-મોટી કંપનીઓને પણ પાછળ છોડી દીધી હતી. આ અંગે એક્સપર્ટ્સનું કહેવુ છે કે, ઈન્વેસ્ટર્સે આ શેરથી દૂર રહેવુ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp