મોંઘું થઈ શકે છે દૂઘ, લીટરે વધી શકે છે 4-5 રૂપિયા

PC: etimg.com

દેશની પ્રજા એક તરફ મોંઘવારીનો માર સહન કરી રહી છે. એવામાં હવે એવા પણ સંકેત મળ્યા છે કે, આગામી દિવસોમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર 4થી 5 રૂપિયાનો વધારો જ્યારે દૂધની બનાવટમાં રૂ.7થી 8 રૂપિયાનો ભાવ વધારો થઈ શકે છે. ગુજરાતની જાણીતી દૂધ ઉત્પાદક કંપની અમુલ આ ભાવ વધારો કરવાના મૂડમાં છે. અમુલના મેનેજિંગ ડાયરેક્ટર આર. એસ. સોઢીએ એક ખાસ વાતચીતમાં આ વાત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમુલ પાસે હજુ પણ વધારે દૂધ સપ્લાય કરવાની પૂરી ક્ષમતા છે.

કંપનીને આ વર્ષે 2020માં વધારે નફો થશે. ડેરી કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં બે વખત દૂધના ભાવ વધાર્યા છે. તેથી ડેરીના ઉત્પાદકો સાથે જોડાયેલા ખેડૂતોની આવક 2018ના વર્ષની તુલનામાં 20થી 25 ટકા વધી છે. ડિસેમ્બર 2019માં મધર ડેરીએ પોતાના જુદા જુદા દૂધની કેટેગરીમાં ભાવ રૂ. 3 વધાર્યો હતો. જ્યારે અમુલે પોતાના દૂધમાં રૂ.2 વધારવાનું એલાન કર્યું હતું. અમુલે ઉમેર્યું હતું કેસ છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ થેલીમાં આવતા દૂધના ભાવમાં માત્ર બે વખત ફેરફાર કર્યા છે.

પશુઓને મળતા ચારાનો ભાવ 35 ટકા વધી જતા દૂઘની કિંમતને અસર થઈ છે. તેથી દૂધના ભાવમાં વધારો થયો છે. પશુચારાની કિંમત વધતા અને બીજા નાના ખર્ચાઓને ધ્યાને લઈને આ પગલું ભરવામાં આવી રહ્યું છે. અમુલના મેનેજરે બેજટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બજેટમાં પણ દેશના ડેરી ઉદ્યોગને વેગ આપવા માટે એલાન કરવામાં આવ્યું છે. સરકારનું લક્ષ્યાંક દેશમાં દૂધ પ્રોસેસિંગના આંકડાને 53.5 મિલિયન મેટ્રિક ટનથી બમણું કરવાનો છે. 108 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. જે માટે આ સેક્ટરમાં રૂ.40,000થી 50,000 કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. ખેડૂતોને પોતાના દૂધ ઉત્પાદનને એકથી બીજા સ્થાને પહોંચાડવા માટે કૃષિ ઉડાન અને કિસાન રેલવે શરૂ કરવા માટેનું એલાન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp