HDFC બેન્કની ઓનલાઈન પેમેન્ટ સર્વિસ અચાનક ઠપ થઈ ગઈ, આ હતું મુખ્ય કારણ

PC: thehindubusinessline.com

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની જાણીતી બેન્ક HDFCમાં શનિવારે અચાનક ડિજિટલ પેમેન્ટ ટ્રાંઝેક્શન ઠપ થઈ જતા અનેક ખાતેદારો ઓનલાઈન ચૂકવણી કરી શક્યા ન હતા. લાંબા સમય સુધી આ અગવળ યથાવત રહેતા મામલો સમાચાર માધ્યમ સુધી પહોંચ્યો હતો. શનિવારે સાંજથી એકાએક ડિજિટલ પેમેન્ટના ટ્રાંઝેક્શન અટકી જતા ખાતેદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ આવી ઘટના બનતા અનેક ખાતેદારોએ આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં અનેક ખાતેદારો લોન સામેના હપ્તા ક્રેડિટ કાર્ડથી કે EMIથી ભરી શક્યા ન હતા. RBIના ડે. ગવર્નર એમ. કે. જૈને જણાવ્યું હતું કે, સમગ્ર સિસ્ટમને યથાવત અને રેગ્યુલેટ કરવા માટે ટેકનિકલ નિષ્ણાંતોની ટીમ ચેનલ કેવી રીતે તૂટી છે એની તપાસ કરી રહી છે. આવું કેવી રીતે બન્યું અને કેમ ચેનલ બ્રેક થઈ એ અંગે RBIની એક ટીમ પણ તપાસ કરશે, તેમજ જરૂરી માર્ગદર્શન HDFC બેન્કને આપશે. જોકે, શનિવારે ડેટા કેન્દ્રમાં પાવર કટને કારણે આવું બન્યું હતું. આ બનેલી ઘટનામાં અનેક ખાતેદારોએ ટ્વીટ કરી હતી. આ મામલે ઝડપથી પગલાં લેવા માટે પણ માગ કરી હતી. શનિવારે HDFC બેન્કનું ઈન્ટરનેટ બેકિંગ બંધ થઈ ગયું હતું. જેને લઈને ખાતેદારોએ ટ્વીટ કર્યું હતું. UPIથી થતું પેમેન્ટ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડ પણ ચેઈન બ્રેક થવાને કારણે થોડા સમય માટે કામ કરતા બંધ થઈ ગયા હતા. સામે HDFCના ઓફિશ્યલ ટ્વીટર પરથી એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, અચાનક એક અધણારી બ્રેક લાગી છે. પાવર કટને કારણે ચેઈન બ્રેક થતા કેટલીક ડેટા સર્વિસને અસર થઈ છે. આ ફરીથી સામાન્ય થાય એ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. જેમાં લાંબો સમય ન લાગવો જોઈએ. આ પ્રકારની અસુવિધા બદલ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ.

 

નવી મુંબઈમાં આવેલા ધીરૂભાઈ અંબાણી નોલેજ સિટીમાં શનિવારે એકાએક પાવર કટ થતા HDFC બેન્કની ઓનલાઈન સર્વિસને માઠી અસર થઈ હતી. નોલેજ સિટીમાં આ સિવાય પણ ઘણી બેન્કના ડેટા સેન્ટર આવેલા છે. જોકે, પછીથી પાવર આવી જતા બેન્ક સર્વિસને સામાન્ય કરી દેવામાં આવી હતી. આ અંગેની જાણકારી પણ બેન્કે પોતાના ઓફિશ્યલ ટ્વીટર પરથી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp