કૌભાંડી નીરવ મોદીની ધરપકડના ભણકારા, યુ.કે.ની કોર્ટેનો અરેસ્ટ વોરંટ

PC: intoday.in

પંજાબ નેશનલ બેંકના રૂ. 13000 કરોડથી વધુ લઇને લંડન ભાગી ગયેલા હીરા ઉદ્યોગકાર નીરવ મોદીની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ લંડનની વેસ્ટિમિંસ્ટર કોર્ટે તેના ધરપકડ માટે વોરંટ બહાર પાડી દીધો છે. સીબીઆઇએ ઇન્ટરપોલ અને યુ.કે. સરકારની મદદથી તેની સામે રેડ કોર્નર નોટિસ પર તરત કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેને ભારત લાવવા માટે પણ સતત પ્રયત્નો કરાઇ રહ્યા છે. ગત જુલાઇ-ઓગસ્ટમાં જ આ માગ કરી દેવાઇ હતી.

ભારતીયોના કરોડો રૂપિયા ઓહિયા કરીને નીરવ મોદી લંડનના પોશ વેસ્ટ એન્ડ વિસ્તારમાં એશ કરી રહ્યો છે. તે જે અપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત જ રૂ. 73 કરોડની કહેવાય છે. હાલમાં જ તે ગલિયોમાં ફરતો દેખાયો હતો. રિપોર્ટસ કહે છે કે તેણે ત્યાં ઘડીઓ અને જ્વેલરીનો ધંધો પણ શરૂ કરી દીધો છે. મે 2018માં તેણે ત્યાં નવી કંપની બનાવી જેનું સરનામું તે અપાર્ટમેન્ટ સાથે જ જોડાયેલું છે. જોકે, હવે વધારે સમય તે બચી નહીં શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp