ઘોઘા ફેરી સર્વિસથી જમીનોના ભાવોમાં કૃત્રિમ ઉછાળો

PC: cambay.com

ભાવનગરના ઘોઘા પાસે બોટ શરૂ કરતાં અહીં હવે ટ્રાફિક વધવાની શક્યતા જોતા જમીનોના ભાવમાં 50 ઘણો વધારો થયો છે. અહીં એક વીઘા જમીનનો ભાવ એક લાખ રૂપિયા હતો પણ જેવું ફેરી સર્વિસના ઉદઘાટનની વાત આવી તેની સાથે જ ખેતીની જમીનના ભાવ ઝડપથી વધી ગયા છે. તેમ ફેરી સર્વિસ પ્રોજેક્ટની જવાબદારી સંભાળતાં ગાંધીનગર ખાતેના અધિકારીએ જણાવ્યું હતું. આ ભાવ કૃત્રિમ રીતે કેટલાંક રાજકારણીઓ વધારી રહ્યાં છે. જેથી તેમણે કાળા નાણાંથી ખરીદેલી જમીનમાંથી વધારે કાળા નણાં બનાવી શકાય.

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ જ્યાં શરૂ થવાની છે ત્યાં બુધેલ ચાર રસ્તાથી ભૂતેસ્વર થી પીપળિયા પુલ થઈને ઘોઘા સુધીની જમીનના ભાવ આ રીતે ઉંચકાયા છે. હવે અહીં એક વીઘાનો ભાવ રૂ.50 લાખથી એક કરોડ સુધી સોદા થઈ રહ્યાં છે. ઘોઘાથી કુડા સુધીનો રોડ પર ખાવા પીવા કે અન્ય ધંધા માટે માંગ ઊભી થઈ રહી છે. આ વિસ્તારમાં ફાર્મ હાઉસ કેટલાંક રાજકીય વ્યક્તિઓએ ખરીદીને રોકાણ કરી લીધું છે. જેમાં ભાજપના કાર્યકરો વધારે છે.

સુરત અને દક્ષિણ ગુજરાત તરફ જવા માટે હાલ જે અંતર છે તેમાં 100થી 300 કિ.મી.નો ઘટાડો થવાનો છે. જે બસમાં પ્રવાસીઓ જશે તેમના માટે અ સારો રસ્તો હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રના લોકો અહીંથી જ સુરત જશે તેથી હવે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પરથી મુસાફરો ઓછા થશે. જે ટ્રાફિક ઘોઘા જશે તેથી અહીં ધંધાકીય બાબતો વધી જશે. રાજનેતાઓએ જ્યાં જમીનોમાં રોકાણ કર્યું છે તેમાં બુધેલ, ભૂતેશ્વર, ભૂંભલી, કોળિયાક, કુડા, ગુંડી, અકવાડા, અવણિયા જેવા 15 ગામોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp