ભારતના આ બિઝનેસમેને દાન કર્યા 52750 કરોડ રૂપિયા

PC: forbes.com

IT દિગ્ગજ અને ભારતના ટોચના બિઝનેસમેન અજીમ પ્રેમજીએ 52750 કરોડ રૂપિયાના બજાર વેલ્યૂના શેર દાન કરી દીધા છે. વિપ્રોના અધ્યક્ષ અજીમ પ્રેમજીએ જે રકમ દાન કરી છે તે વિપ્રો લિમિટેડની 34% ભાગીદારી છે. તેમના ફાઉન્ડેશને સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું હતું કે, આ પહેલથી પ્રેમજી દ્વારા પરોપકાર કાર્ય માટે દાન કરવામાં આવેલા કુલ રકમ 145000 કરોડ રૂપિયા થઇ ગઇ છે, જે વિપ્રો લિમિટેડની આર્થિક માલિકીના 67% છે.

આ સાથે જ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અજીમ પ્રેમજીએ પોતાની પ્રાઇવેટ સંપતિનો વધારેમાં વધારે ત્યાગ કરીને અને ધર્માર્થ કાર્ય માટે તેને દાન આપીને પરોપકાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારી છે, જેમાં અજીમ પ્રેમજી ફાઉન્ડેશનના પરોપકારના કાર્યોને સહયોગ મળશે.

ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સની દુનિયાની અબજોપતિની યાદીમાં વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી 22.6 અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં 36મા નંબરે હતા. આ સાથે જ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાના અબજોપતિની યાદીમાં આગળ વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp