તજજ્ઞો મુજબ આ બેન્કિંગ શેરમાં તેજી આવવાની સંભાવના, શું તમારું રોકાણ છે?

PC: www.papertyari.com

બેંકિગ સેક્ટરને ઈકોનોમી માટે સૌથી મોટું અને મહત્ત્વનું માનવામાં આવે છે. આર્થિક રીતે તેજી આવતા બેંકનો વેપાર વધે છે. કોરોનાને કારણે લાગુ કરેલા લોકડાઉનથી બિઝનેસ ઈક્વિટીમાં ઘટાડો થયો હતો. જેની સીધી અસર બેંક પર પડી હતી. પણ હવે બેંક સેક્ટર સામાન્ય સ્થિતિમાં પરત ફર્યું છે. માર્કેટ નિષ્ણાંતો એવું માને છે કે, આવાનારા મહિનાઓમાં બેંક સારૂ પ્રદર્શન કરે એવી આશા છે. મોટાભાગની બેંકમાં જુન મહિના બાદ એક પ્રકારનો સુધારો જોવા મળ્યો છે.

આ વર્ષે રોકાણકારોની બેકિંગ સ્ટોકમાં પસંદગી વધી ગઈ છે. તજજ્ઞોએ ઈન્ડસઈન્ડ, HDFC, કોટક મહિન્દ્રા, એક્સિસ અને CBS બેંક સ્ટોક્સને ખરીદવા માટે સલાહ આપે છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં બેંક સેક્ટર છેલ્લા છ મહિનામાં 21 ટકા વધારે અને ફાયદામાં રહ્યું છે. દેશના અર્થતંત્રમાં એક ગતિ આવતા જ બેંકની લોનબુકની યાદીમાં પણ મોટો વધારો થયો છે. હાઉસિંગ ઓટોમોબાઈલ અને અન્ય લોનની માગ તહેવારની સીઝન દરમિયાન વધાવાની પૂરી શક્યતાઓ છે. તજજ્ઞો એવું કહે છે કે, બેંકનું પ્રદર્શન ઈકોનોમીની સ્થિતિ પર આધાર રાખે છે. એની સાથે તેનો સીધો સંબંધ છે. કોરોના વાયરસ બાદ માગમાં રિક્વરી સાથે બેંક અને નોન બેંકિગ કંપનીઓ માટે પણ બિઝનેસમાં ગ્રોથ થાય એવી આશા છે. લોનના ભારણથી દબાયેલી કંપનીઓની રિજોલ્યુશન પ્રોસેસ આગળ વધવાથી બેંક રીક્વરીમાં તેજી આવે એવી પૂરી શક્યતાઓ છે. જેનાથી બેંકના NPA ઓછા થશે. બીજી બાજું 2022નું વર્ષ ભારતના અર્થતંત્ર માટે ઘણુ સારૂ પુરવાર થશે તેવી આગાહી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFએ કરી છે.

કોરોનાના કારણે વર્ષ 2020-21 દરમિયાન અર્થતંત્રની કુલ ટકાવારીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હવે તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. સારા સંકેત જોવા મળ્યા છે. આ વાતને IMF પણ સમર્થન આપી રહ્યુ છે. IMFએ બહાર પાડેલા લેટેસ્ટ અનુમાન પ્રમાણે 2021માં ભારતનો આર્થિક ગ્રોથ રેટ 9.5 ટકા અને 2022માં 8.5 ટકા રહેશે. ઉપરાંત ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હશે. જોકે, હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. જેનાથી દેશની અનેક કંપનીઓને સીધો ફાયદો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp