નાના લોકોને લોન માટે ટળવળતી બેંકોએ મોટા લોકોના 16 લાખ કરોડ માંડવાળ કરી દીધા

PC: twitter.com

એક RTI એક્વીસ્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાં  RTI કરીને માહિતી માંગી હતી કે દેશની બેંકોએ કેટલી રકમ માંડવાળ કરી છે. RBIના જવાબમાં કહેવામાં આવ્યું છે કે 2014થી 2024 સુધીના 10 વર્ષમાં કુલ 16 લાખ કરોડ રૂપિયાની રકમ રાઇટઓફ કરી દેવામાં આવી છે અને તેની સામે 2 લાખ કરોડની રકમની વસુલાત થઇ છે. મતલબ કે માત્ર 16 ટકા જ રકમ પાછી આવી છે.

16 લાખ કરોડમાં 12 લાખ કરોડ જાહેર ક્ષેત્રની બેંકોના છે, 4 લાખ કરોડ ખાનગી બેંકોના અને 6,000 કરોડ રૂપિયા અર્બન કો.ઓ. બેંકોના છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં સૌથી વધારે રૂપિયા માંડવાળ કરનારી બેંકોમાં પંજાબ નેશનલ, સ્ટેટ બેંક અને યુનિયન બેંક છે જ્યારે ખાનગી બેંકોમાં HDFC, ICICI અને એક્ઝિસ બેંક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp