કામ હોય તો ઝડપથી પતાવો: આ ચાર દિવસ માટે બેન્કો બંધ રહેશે

PC: cloudfront.net

ભારતની તમામ બેન્કો ચાર દિવસ માટે બંધ રહેવાની છે તેથી તમામ કામો નિપટાવી લેવા. 31મી માર્ચે ફાયનાન્સિયલ યર હોવાથી ક્લોઝિંગ દિવસ હોય છે. આ પહેલાં ફાયનાન્સિયલ તેમજ બેન્કિંગ સાથે સંકળાયેલા તમામ કામો પૂર્ણ કરવા પડશે.

આ સાથે જ બેન્કો સામે તેમના વર્ષભરના સરવૈયાં પૂરા કરવાની જવાબદારી છે. આ સંજોગોમાં 31મી આસપાસ બેન્કોમાં ભારે ભીડ થઇ જાય છે. આ વખતે જો આપણે બેન્કોના કામો 31મીએ પૂર્ણ કરવાનું નક્કી કર્યું હોય તો તે ભૂલી જશો.

31 માર્ચ પહેલા ચાર દિવસ બેન્કો બંધ રહેશે. આ બેન્કો સામાન્ય કામકાજ નહીં કરી શકે. 29મી માર્ચ થી 1લી એપ્રિલ સુધી બેન્કો ચાર દિવસ માટે બંધ રહેશે. 29મી માર્ચે મહાવીર જ્યંતિ છે. 30મીએ ગુડ ફ્રાઇડે છે. 31મી માર્ચે છેલ્લો શનિવાર છે અને 1લી એક્પિલે રવિવાર છે તેથી બેન્કોના કામકાજ બંધ રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp