SBIનું એલર્ટઃ બેન્કિંગ ફ્રોડથી બચવું છે તો આ નંબરોથી દૂર રહેજો, જુઓ Video

PC: moneycontrol.com

હાલના દિવસોમાં બેન્કિંગ ફ્રોડ ઝડપથી વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને ફોનથી લોકો પાસેથી જાણકારી માગીને ખાતામાંથી પૈસા ખાલી કરવાના કેસો સૌથી વધારે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ બહાર પાડ્યું છે. બેંકે નકલી કસ્ટમર કેયર નંબરોથી એલર્ટ રહેવા માટે એક એડવાઇઝરી બહાર પાડી છે.

બેંકે કહ્યું કે, છેતરપિંડી કરનારા કસ્ટમર કેયર નંબરોથી સાવધાન રહો. યોગ્ય કસ્ટમર કેયર નંબર જાણવા માટે બેંકે SBIની ઓફિશ્યિલ વેબસાઇટ પર વિઝિટ કરવાની સલાહ આપી છે. વેબસાઇટ પર જે કસ્ટમર કેયર નંબર પૂરો પાડવામાં આવ્યો છે, તેનો જ ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે જ બેંકે ખાતા ધારકોને પોતાની અંગત જાણકારી શેર નહીં કરવા કહ્યું છે.

SBIએ વીડિયો બહાર પાડ્યો

SBIએ નકલી કસ્ટમર કેયર નંબરોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. SBIએ ઓનલાઇન છેતરપિંડી કરનારાઓથી સાવચેત રહેવા એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં છેતરપિંડીથી બચવાના ઉપાયો પણ છે. SBI અનુસાર, ગ્રાહકોએ એવા કસ્ટમર કેયર નંબરો સાથે વાત કરવી જોઇએ નહીં, જેનું વેરિફિકેશન થયું નથી. SBIએ કહ્યું કે, ગ્રાહકોએ કસ્ટમર કેયર નંબરો માટે બેંકની વેબસાઇટ વિઝિટ કરવી જોઇએ. આ પહેલા પણ બેંકે ગ્રાહકોને એલર્ટ કર્યા હતા.

દેશભરમાં 70,786BC આઉટલેટ્સ

SBIની પાસે દેશભરમાં 70786BC આઉટલેટ્સ છે. તેની સાથે જ 22230 બ્રાંચ અને 64122 ATMs કે CDMs છે. ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા 9.44 કરોડ અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા 2.1 કરોડ છે. SBIની પાસે ડિજિટલ પ્લેટફોર્મ YONO છે. જેમાં 4.3 કરોડ રજિસ્ટર્ડ યૂઝર્સ છે. જેમાં 1.2 કરોડ યૂઝર્સ રોજ લોગ-ઈન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp